Western Times News

Gujarati News

AMCનું અંદાજિત 350 કરોડનું વીજળીનું બિલ સોલાર પાર્ક બનવાથી 150 કરોડ જેટલું ઘટશે

Presentation Image

મ્યુનિ. કોર્પોરેશને સોલાર સીસ્ટમ લગાવી ૯૪.૩૬ લાખ વીજ યુનિટની બચત કરી

૧૫૪ કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરકાંઠા પાસે સોલારપાર્ક બનાવવામાં આવશે. જેના કારણે વીજળીનું બિલ વાર્ષિક અંદાજિત ૨૦૦ કરોડની આસપાસ થઇ શકે છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડિંગોમાં રોજના અંદાજિત એક કરોડ રૂપિયાની વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે અંદાજિત ૩૫૦ કરોડનું વીજળીનું બિલ ભરવામાં આવે છે. જેમાં ઘટાડો કરવા ૧૫૪ કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરકાંઠા પાસે સોલરપાર્ક બનાવવામાં આવશે. જેના કારણે વીજળીનું બિલ વાર્ષિક અંદાજિત ૨૦૦ કરોડની આસપાસ થઇ શકે છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખના જણાવ્યા મુજબ અ.મ્યુ.કો દ્વારા અત્યાર સુધીમાં ૭ ઝોનલ ઓફીસો, ૩ સબ ઝોનલ ઓફીસો, ૨ હોસ્પીટલ્સ, ૩ યુ.એચ.સી. ૨ સી.એચ.સી, ૫ કોમ્યુ.હોલ, ૨ લાયબ્રેરી, ૧ મલ્ટીલેવલ પાર્કગ, ૨ સ્કુલ, ૩ બીઆરટી ચાર્જગ સ્ટે., ૧ સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ, ૧ સ્ટેડીયમ, ૧ સ્વિમીંગ પુલ તેમજ ૭ જુદી-જુદી

અન્ય બિલ્ડીંગ્સ એમ કુલ મળી ૪૦ બિલ્ડીંગ્સમાં ૨૦૦૭ કિ.વો ની સોલાર રૂફ ટોપ સીસ્ટમ લગાવેલ છે.કુલ ૨૪ જુદા-જુદા વોટર. ડ્રી.સ્ટે. ખાતે ૩૦૦૦ કિ.વો તેમજ ૩ જુદા-જુદા વોટર.ટ્રી.પ્લાન્ટ ખાતે ૨૦૦૦ કિ.વો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સીસ્ટમ લગાવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા ૨૦૨૪માં ૨૦૦૦ કિ.વો ની સોલાર રૂફ ટોપ સીસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં ૭ સબ ઝોનલ ઓફીસો, ૮ યુ.એચ.સી. ૯ સી.એચ.સી, ૧૧ કોમ્યુ.હોલ. ૨ લાયબ્રેરી, ૨ મલ્ટીલેવલ પાર્કગ, ૧ સ્કુલ, ૧ સ્વિમીંગ પુલ, ૧૨ ફાયર સ્ટેશનો, ૨ પાર્ટી પ્લોટ, ૧ કેટલ પોન્ડ તેમજ ૨ નાઈટ શેલ્ટર હોમ વિગેરે મળી કુલ ૫૮ બિલ્ડીંગ્સમાં સોલાર રૂફ ટોપ સીસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે.

કુલ ૮ જુદા-જુદા વોટર.ડ્રી.સ્ટે. ખાતે ૧૦૦૦ કિ.વો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સીસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. અ.મ્યુ.કો.દ્વારા હાલમાં અંદાજીત ૪૫ જુદા-જુદા સ્થળ/લોકેશન ઉપર ૨૦૦૦ કિ.વો સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.

જે અંતર્ગતની સર્વેની કામગીરી હાલ ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જુદી જુદી મિલ્કતોમાં છેલ્લા ત્રણ વર્ષોમાં વખતો વખત સોલાર સીસ્ટમને કાર્યરત કરવામાં આવી છે જે અંતર્ગત અંદાજીત ૫.૫ મે.વો સોલાર સીસ્ટમ માટે ૩૮ જેટલા સ્થળોએ કુલ મળી આશરે રૂ. ૨૯ કરોડના ખર્ચે વખતો વખત કામગીરી કરાવી અત્યાર સુધી અંદાજીત ૯૪.૩૬ લાખ વીજ યુનીટના જનરેશન અને અંદાજીત રૂ. ૬.૧૩ કરોડ ની બચત તથા ૮૬૮૧ ્‌ર્ઝ્ર૨ કાર્બન એમીશન ઘટાડેલ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

In line with Ahmedabad Municipal corporation’s  Net Zero Commitment, AMC has successfully commissioned a total of 21 MW of wind power and 7 MW of solar power across 40 different AMC buildings, including Zone and Sub-Zonal Offices, schools, auditoriums, and Multi-Level Car Parks (MLCP). This initiative has generated a total of 298 million units of energy, resulting in approximately Rs. 208 crore in savings and avoiding 2,74,851 tons of CO2 emissions.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.