Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સરખેજમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર  ચલાવ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાને થતાં પાલિકા તંત્ર દ્વારા મંજૂરી વગર બાંધકામ પર મોટી કાર્યવાહી કરી છે. સરખેજમાં સોનલ સિનેમા રોડ પર નેહા ફ્લેટ નામની ફ્લેટની સ્કીમનું મંજૂરી વગર બાંધકામ કરતા AMCએ બાંધકામ અટકાવ્યું હતું. આ ઉપરાંત 27 યુનિટનું બાંધકામ તેડી પાડવામાં આવ્યું હતું. Sarkhej Illegal construction

અમદાવાદના સરખેજમાં આવેલા સોનલ સિનેમા રોડ ઉપર નેહા ફ્લેટ નામની રહેણાંક સ્કીમનું મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મંજૂરી વગરના બાંધકામને અટકાવવા કરવામાં આવી હતી. એએમસી દ્વારા આ મંજૂરી વગરનું બાંધકામ અટકાવીને 27 યુનિટનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરી કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2020માં આ બાંધકામને તોડી બિનવપરાશી કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ જ્ગ્યાએ ફરીથી બાંધકામ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. જેથી કાર્યવાહી કરીને મિલકતને સીલ કરી બાંધકામ આગળ થતું અટકાવવામાં આવ્યું હતું.

પરંતુ તાજેતરમાં સદરહું જ્ગ્યાએ ફરીથી બાંધકામ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવતાં  મિલકતને સીલ કરી બાંધકામ આગળ થતું અટકાવેલ તથા મંજૂર કરાવી બાંધકામ કરવા સૂચના આપવામાં આવેલ

તેમ છતાં બાંધકામ કરતા ઇસમો  દ્વારા બાંધકામ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતા તારીખ 25 ઓક્ટોબર 2024 ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તથા 3- હિટાચી મશીન,6- બ્રેકર મશીન , 7- ગેસ કટર તથા 45- ખાનગી કોન્ટ્રાક્ટરના મજુર દ્વારા નેહા  ફ્લેટ નામની રહેણાંક સ્કીમના કુલ 27 યુનિટના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.