Western Times News

Gujarati News

મ્યુનિ. શાળાના 88 હજાર બાળકોને સપ્તાહમાં ત્રણ દિવસ દૂધ આપવામાં આવશે

પાર્કિંગ નિયમોનો તમામને લાભ મળે તે માટે રિજેક્ટ ફાઈલો રી ઓપન કરાશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કુપોષણ દૂર કરવા અનેક યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર આપવામાં આવે છે .

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શહેરની બે હજાર કરતા વધુ આંગણવાડીમાં સમતોલ આહાર તરીકે દૂધ આપવામાં માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં સુધારો કરી મ્યુનિસિપલ શાળાના બાળકોને પણ આંતરે દિવસે દૂધ આપવા નિર્ણય કર્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરની 2128 આંગણવાડી માં ત્રણ થી છ વર્ષના 62263 બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ 100 એમ.એલ.દૂધના પાઉચ આપવામાં આવશે. જેના માટે મ્યુનિ. બજેટમાંથી રૂ.8 કરોડ ફાળવવામાં આવ્યા છે.

હવે, આંગણવાડીના બાળકો સાથે મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ 5 થી 8 ના બાળકોને પણ આ જ રીતે સમતોલ આહાર માટે દૂધ આપવામાં આવશે. મ્યુનિસિપલ શાળાના 88 હજાર બાળકોને સપ્તાહમાં ત્રણ વખત દૂધ આપવામાં આવશે..

શહેરમાં ઉતપન્ન થતા ગ્રીન વેસ્ટને હાલ રિઝર્વ પ્લોટમાં ઠાલવવામાં આવે છે. પરંતુ ગ્રીન વેસ્ટનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે તેના માટે ક્રશર મશીન મૂકવામાં આવશે. ગૃડા એકટ અંતર્ગત રાજ્ય સરકારે પાર્કિંગ પોલિસી માટે નવા નિયમો જાહેર કર્યા છે. તેથી પાર્કિંગના કારણે જે ફાઈલો રિજેક્ટ કરવામાં આવી છે તેને રી-ઓપન કરી અરજદાર ને નવા નિયમોનો લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે ઇમપેક્ટ નિયમ અંતર્ગત અત્યાર સુધી 17 હજાર કરતા વધુ અરજી મંજુર થઈ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.