અમદાવાદ મ્યુનિ. શાળાઓને શહીદો -મહાનુભાવોના નામ આપવા માગણી

પ્રતિકાત્મક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ૧.૨.૩,૪ જેવા નંબરથી ઓળખાય છે.
(પ્રતિનિધિ, અમદાવાદ), અમદાવાદ મ્યુનિસિપલ સકુલ બોર્ડ સંચાલિત ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, સહિતની ભાષાઓમાં ચાલતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મોટાભાગની શાળાઓનું નામકરણ કરવામાં આવ્યું નથી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ૧.૨.૩,૪ જેવા નંબરથી ઓળખાય છે. દુઃખદ બાબત એ છે કે દેશ માટે જીવ આપનાર શહીદોના નામ માત્ર 9 શાળાઓમાં જ આપવામાં આવ્યા છે
મ્યુનિ. સ્કુલ બોર્ડની ૪૫૦ શાળાઓ પૈકી ફક્ત ૯ સ્કુલોના જ નામ વીર શહીદ લગાવીને નામ આપવામાં આવ્યા છે અને તે સિવાયની ૪૪૧ નંબરથી જ ઓળખવામાં આવી રહી છે.
AMC સ્કુલ બોર્ડ દ્વારા વીર શહીદોના નામથી સ્કુલોના નામ રાખવા માટે નક્કી કરાયેલી નીતિમાં ફેરફાર, સુધારો કરીને વીર શહીદ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓ. દેશના મહાનુભાવો. શિક્ષણવિદો. નોબલ પુરસ્કાર મેળવનારાઓ, વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર, વગેરેના નામ પણ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.તે અંગે અવારનવાર જાહેરાત થાય છે પરંતુ અમલ થતો નથી.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર AMC સ્કુલ બોર્ડ દ્વારા ગુજરાતી હિન્દી સહિત પ્રાદેશિક ભાષાઓમાં ૪૫૦ જેટલી સ્કૂલો શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. શાળાના નામ ન હોવાને કારણે AMC સંચાલિત સ્કુલો જે તે વોર્ડ અને વિસ્તારમાં શાળાઓની સંખ્યા મુજબ આપવામાં આવેલા નંબરથી ઓળખવામાં આવે છે.
RTI એસ્કિવિસ્ટ અતિક સૈયદ દ્વારા માંગવામાં આવેલી માહિતીના જવામાં જણાવ્યાનુસાર, સ્કુલ બોર્ડની શાળાઓના નામ ‘વીર શહીદ’ના નામથી રાખવા માટે ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ ફક્ત ૯ સ્કૂલોના નામની આગળ ‘વીર શહીદ’ લગાવવામાં આવ્યું છે અને ૪૪૧ સ્કુલોનું નામકરણ કરવામાં આવ્યું છે.