મ્યુનિ. સ્કૂલ બોર્ડ અમદાવાદના બાળકો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ
સ્વચ્છતાના આગ્રહી શ્રી નરેન્દ્ર મોદી તેમજ આધુનિક યુગના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્ર મોદી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
વિશ્વનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૪માં જન્મદિવસ નિમિત્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની ૪૫૦ શાળાઓમાં ૧,૬૦,૦૦૦ જેટલા બાળકોએ અને ૫૦૦૦ જેટલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ મળી તેમના જન્મ દિવસની પ્રાર્થના કાર્યક્રમમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની હાજરીમાં બાળકોએ સ્વચ્છતાના આગ્રહી શ્રી નરેન્દ્ર મોદી તેમજ આધુનિક યુગના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્ર મોદી વિષયોને લઇ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ વક્તૃત્વ સ્પર્ધામાં બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અંગેના વિચારો અને દેશ લેવલે સ્વચ્છતા માટે તેમણે કરેલ પ્રયાસો અને પહેલની છણાવટ કરી અને સૌને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે અપીલ કરી હતી.
જયારે આધુનિક યુગના સ્વપ્નદ્રષ્ટા વિષયમાં બાળકોએ વડાપ્રધાનશ્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની, લોકલ ફોર વોકલ, પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ, રીન્યુએબલ એનર્જી જેવી બાબતોનો ઉલ્લેખ કરી ૨૦૪૭ના ભારત એક વિકસિત અને વિશ્વ નેતૃત્વવાળો દેશ બને તે માટે વડાપ્રધાનશ્રીના વિચારોને વાણી આપી હતી.
મ્યુનિ. સ્કૂલ બોર્ડ અમદાવાદની તમામ શાળાઓમાં અનોખી રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસમાં શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં અ.મ્યુ.કોના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્કૂલ બોર્ડના પદાધિકારીશ્રીઓ, સભ્યશ્રીઓ, મ્યુનિ.કાઉન્સીલરશ્રીઓ તેમજ સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.