Western Times News

Gujarati News

મ્યુનિ. સ્કુલ બોર્ડના 1.70 લાખ બાળકોને પ્રથમ વખત બુટ-મોજા આપવામાં આવશે

પ્રતિકાત્મક

નવા વર્ષની શરૂઆતથી ધો.૮ સુધીના બાળકોને સુપોષણ અંતર્ગત દૈનિક ર૦૦ એમ.એલ. દૂધ આપવામાં આવશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુવિધામાં પણ સુધારો થઈ રહયો છે. મ્યુનિ. સ્કુલ બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બુટ-મોંજા આપવામાં આવશે તેમજ નવા વર્ષની શરૂઆતથી જ સુપોષણ અંતર્ગત દૈનિક ર૦૦ એમ.એલ. દુધ પણ આપવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાગ દાણી અને સ્કુલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતાએ જણાવ્યા મુજબ મ્યુનિ. સ્કુલ બોર્ડ હસ્તક હાલ ૪પ૦ શાળામાં ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે.

જેમાં ધો.૮ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલ સ્કુલ યુનિફોર્મ અને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે તેમજ બાલવાટિકા અને ધો.૧ના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતથી તમામ ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓને સ્કુલ બોર્ડ તરફથી બુટ-મોંજા આપવામાં આવશે. જયારે મ્યુનિ. કોર્પોરેશનના જીરો બજેટમાંથી ધો.૮ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દૈનિક ર૦૦ એમ.એલ. દૂધ આપવામાં આવશે.

મ્યુનિ. સ્કુલ બોર્ડ હસ્તક કુલ ર૭૮ શાળા કેમ્પસ છે જે પૈકી ૧૩૧ સ્માર્ટ શાળા છે અને ૭પ શાળાના કામ ચાલી રહયા છે. જયારે બાકી રહેલી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવા માટે આગામી બજેટમાં અલગથી ફંડ આપવામાં આવશે. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કુલ ચલાવવામાં આવે છે. તેમાં કાર્યરત ૧૩ બસમાં હાલ ૧૪૯ બાળકો અભ્યાસ કરી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.