અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડ માટે શાસનાધિકારીએ રૂ.1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં ૪૫૦ શાળાઓમાં ૫ માધ્યમમાં ૧,૭૦,૫૮૯ વિદ્યાર્થીઓને ૪૩૯૯ મુખ્ય શિક્ષકો તથા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે-અમદાવાદની ૧૨૯ સ્માર્ટ શાળાઓમાં ૮૮૯૯૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શતાબ્દી બજેટના કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળા છે.: ડો.સુજય મહેતા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ 2025-26 માટે શાસનાધિકારી લબ્ધીર દેસાઈ એ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણી ફંડનું સને ૨૦૨૫-૨૬ નું રૂ.૧૧૪૩ કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કર્યું હતું. ૨૦૨૫-૨૬ના પ્રાથમિક કેળવણી ફંડના રૂ. ૧૧૪૩ કરોડના અંદાજપત્રમાં ૯૧.૧૭% એટલે કે રૂ.૧૦૪૨.૦૫ કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે
તથા વિદ્યાર્થી વિકાસ, શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ ૧.૭૮ % એટલે કે ૭૭.૫૦કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર ૨,૦૫૪ એટલે કે ૨૩.૪૪ કરોડ ખર્ચ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષલ સમિતિ, અમદાવાદ દ્વારા બજેટલક્ષી કામો મહદ અંશે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ કેટલાંક બાકી રહેતા કામો તા.૩૧-૦૩-૨૦૨૫ પહેલા પૂર્ણ થાય તે પ્રકારના આયોજનો હાથ પરેલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ના આ શતાબ્દી બજેટના કેન્દ્રમાં વિદ્યાર્થી , વાલી અને શાળા છે.
સ્ફુલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા ના જણાવ્યા મુજબ શાસનાધિકારી લબ્ધીર દેસાઇ ના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડના શિક્ષણ સાથેના કેળવણીના આ બજેટમાં નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટ, રમત- ગમત, કલા, સંગીત, વક્તૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુલ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મ વિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મુકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.
હાલમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં ૪૫૦ શાળાઓમાં ૫ માધ્યમમાં ૧,૭૦,૫૮૯ વિદ્યાર્થીઓને ૪૩૯૯મુખ્ય શિક્ષકો તથા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની ૧૨૯ સ્માર્ટ શાળાઓમાં ૮૮૯૯૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ “ભિક્ષા નહી શિક્ષા” અંતર્ગત ૧૩ સિગ્નલ સ્કૂલમાં કુલ ૧૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શિક્ષણ સાથે કેળવણીના શતાબ્દી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ અંગેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં My City My Pride (મારું શહેર સ્વચ્છ શહેર અંતર્ગત શાળા સુવિધાઓ), મ્યુનિ. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાસાર અને શ્લોકનું લેખન-પઠન, શાળાકીય સુપોષણ અભિયાન, વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ, માતૃભાષા સજ્જતા કાર્યક્રમ વિદ્યાર્થીઓને શાળા સંચાલન અને નેતૃત્વનું પ્રશિક્ષણ,
સ્કૂલ બોર્ડ સ્થાપના શતાબ્દી વર્ષની ઉજવણી, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માટે ખાસ પ્રશિક્ષણ વ્યવસ્થા,વિદ્યાર્થી વિકાસ, શિક્ષક સજજતાના કાર્યક્રમો, વિદ્યાર્થીઓની એક્સપોઝર વિઝીટ, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, સિગ્નલ સ્કૂલ, સિગ્નલ સ્કૂલના વાલીઓ માટે કૌશલ્યવર્ધન કેન્દ્ર, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત (સ્કૂલ ટિવનિંગ), વિજ્ઞાન પ્રયોગ શાળા તથા ઈ-લાઈબ્રેરી, ઝીરો બજેટ, કન્યા કેળવણીને ઉત્તેજન અને શાળા પ્રવેશોત્સવ, શાળાઓનું નવીનીકરણ / માળખાકીય સુવિધાઓ
વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ, સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ, સ્કૂલ ફોર ઓલમ્પિક રેડીનેશ,ઘો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ, વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ, નવી શાળા, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને વધુ શિખવાની તકો અને પ્રોત્સાહન શાળાઓમાં ગણિત કીટ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે.