અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન ની ઉજવણી થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ઘ્વારા પણ શિક્ષકદિન નીં ગૌરવશાળી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ડો.સુજય મહેતા અને શાસનાધિકારી લબ્ધીર દેસાઈના જણાવ્યા મુજબ મ્યુનિ. સ્કૂલબોર્ડ સંચાલિત ૪૫૦ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૪૫૦ બાળકો સ્કૂલ પ્રિન્સિપલ બન્યા હતા જયારે ૪૦૦૦ બાળકોએ શિક્ષક તરીકે નો રોલ અદા કર્યો હતો.
૫૦૦૦ કરતા વધુ બાળકો એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના પાત્ર ભજવ્યા હતા. પ્રાર્થના કાર્યક્રમ અને શિક્ષક દિન ની ઉજવણી બાળકોના નેતૃત્વ માં કરવામાં આવી હતી. મ્યુનિસિપલ શાળાના શિક્ષકો એ મહત્વની પ્રેરણા આપી હતી જેના કારણે બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શિક્ષક દિન ની ઉજવણી દરમ્યાન બાળકોએ પિરિયડ પદ્ધતિ પ્રમાણે શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. બાળકોએ અમદાવાદ શહેર ને સ્વચ્છ રાખવા નગરજનોને વિનંતી કરી હતી. મ્યુનિ. શાળાઓના ૧.૭૦ લાખ બાળકો એ આ ઉત્સવ માં ભાગ લીધો હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.