Western Times News

Gujarati News

AMCએ 11 ફાસ્ટફુડ સેન્ટરો-ભોજનાલયો સીલ મારી દીધાઃ અન્ય 20ને નોટીસ

સાત ઝોનમાં હેલ્થ અને ફુડ વિભાગની સંયુકત કાર્યવાહી, ર૦ એકમોને નોટીસ સાથે દંડ ફટકારાયો

(એજન્સી)અમદાવાદ, શહેરનાં તમામ વિસ્તારોમાં ધમધમતાં ફાસ્ટફુડ સેન્ટરો અને ભોજનાલયો સહીતનાં ખાણીપીણીનાં એકમો સામે લાલ આંખ કરતાં મ્યુનિ.હેલ્થ અને ફુડ વિભાગે સંયુકત કાર્યવાહીનાં ભાગરૂપે બુધવારે વધુ ૧૧ એકમોને સીલ મારી દીધા હતા અને ર૦ એકમોને નોટીસ ફટકારી વહીવટીચાર્જ દંડ વસુલ કર્યો હતો.

મ્યુનિ.સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાણીપીણીનાં ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય પુરબહારમાં ચાલી રહયો છે. જયાં જુઓ ત્યાં રોડ-ફૂટપાથ પર અને નાનીમોટી જગ્યા મળે ત્યાં ફાસ્ટફુડ સેન્ટરો, ખાણીપીણીની લારીઓ, ભોજનાલયો,લોજ, ખાણીપીણીનાં રાત્રી બજાર વગેરે ખુલી જવા પામ્યા છે.

આ બધી જગ્યાએ ખાણીપીણીની ચીજવસ્તુઓ બનાવવા માટે ભેળસેળયુકત અને હલકી ગુણવત્તાનું મટીરીીયલ વપરાતું હોવાવની ફરીયયાો વ્યાપાક બની હતી. એટલું જ નહી વાસી અને બિનઆરોગ્પ્રદ ખાધપદાર્થોનો નાનશ કરવાને બદલે બીજા ત્રીજા દિવસે પણ સ્વાદરસીયા નાગરીકોને પધરાવી દઈને જાહેર આરોગ્ય સાથે ગંભીર પ્રકારે ચેડા કરવામાં આવી રહયાં છે.

શહેરમાં શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાધપદાર્થોનું વેચાણ થાય તે જાેવાની જવાબદારી મ્યુનિ.નાં ફૂડ વિભાગને શીરે લાદવામાં આવી છે. પરંતુ ફુડ વિભાગ આ કામગીરીમાં સદંતર નિષ્ફળ નીવડયયું છે. અને તેની પાછળ મોટી ગોબાચારી કારણભુત હોવાનાં આક્ષેપો થઈ રહયાં છે.

આ બધી બાબતો ધ્યાને આવતાં મ્યુનિ. કમીશ્નર એમ.થેન્નારસન મહીનાઓથી ફુડ વિભાગને સક્રીય બની કામ કરવા સુચના આપી રહયાં છે. તેમ છતાં કોઈ નોધપાત્ર કામગીરી નહી થતાં તેમણે સાત ઝોનમાં સાત સોપણી કરવા કહયું ત્યારે ફુડ સેફટી એકટને આગળ ધરવામાં આવ્યો તે સમયે પણ કમીશ્નરે જીપીએમસી એકટ અંતર્ગત કાર્યવાહી કરવાની સલાહ આપી હતી.

હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણીનાં ઉત્પાદકો તથા ધંધાર્થીઓ પરત્વે રહેમનજર રાખતાં ફુડ વિભાગે નકકર કામગીરી કરવાનું ટાળ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા કમીશ્નર ફુડ વિભાગે નકકર કામગીરી કરવાનું ટાળ્યું હતું. તેનાનથી રોષે ભરાયેલા કમીશ્નરે ફુડ વિભાગનાં અધિકારીઓને ડે.કમીશ્નર હેલ્થ જેતે ઝોનનાં ડે.કમીનરના માર્ગદર્શન

હેઠળ ડે.હેલ્થ ઓફીસરો તથા ફુડ વિભાગનાં અધિકારીઓએ કામ કરવાનો આદેશ કરી દીધો હતો. એટલું જ નહી કમીશ્નરે જીપીએમસી એકટનો ઉપયોગ કરી ભેળસેળીયા અને હલકી ગુણવત્તાનાં ખાધપદાર્થો વેચાનારા સામે કડક કાર્યવાહી કરવાની છુટ આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.