Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનના દસ સ્ટાફ કવાર્ટરના ૪પ૦૦ મકાનો રી-ડેવલપ થશે

File

સ્થાનિક સર્વે અને સ્ટ્રકચર તથા રહીશોની મંજૂરી, બાદ શરૂ થયેલી કામગીરી : સોનારીયા બ્લોકના વર્ક-ઓર્ડર ઈસ્યુ થયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન જર્જરીત અને ભયજનક અનેક મકાનો ધરાશયી થયા છે. સપ્ટેમ્બર ર૦૧૮માં ઓઢવના શિવમ એપાર્ટમેન્ટથી શરૂ થયેલ હોનારતોના પગલે રાજય સરકારે “જાહેર આવાસોનો પુનઃ વિકાસ” કરવા પર ભાર મુકયો છે. ગુજરાત હાઉસીગ બોર્ડ તથા મ્યુનિ. કોર્પોરેશનના ભયજનક મકાનો નો સર્વે કર્યા બાદ તે જ સ્થળે પર રહીશોને નવા મકાનો આપવાની નીતિનો અમલ થઈ રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશને રીડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીગ (પી.પી.પી) યોજના અંતર્ગત ર૮ સ્થળે સર્વે કર્યા છે. જે પૈકી દસ સ્થળે સ્થાનિક રહીશોની સમંતિ બાદ રી-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓઢવના શિવમ એપાર્ટમેન્ટ માટેની પ્રપોઝલ રાજય સરકાર સમક્ષની મંજૂરી માટે મોકલવામાં આવી છે.

શહેરના જર્જરીત મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા માટે રાજય સરકારે ર૦૧૬માં “રીડવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીગ” યોજના જાહેર કરી હતી પરંતુ તેનો નકકર અમલ થયો ન હતો પરંતુ છેલ્લા એક વર્ષ દરમ્યાન શિવમ એપાર્ટમેન્ટ, સોનરીયા બ્લોક સહીત અનેક મકાનો તૂટી પડવાની દુર્ઘટના થયા બાદ સરકાર અને મનપાના અધિકારીઓ સફાળા જાગૃત થયા છે.

મ્યુનિ. કોર્પોરેશને સ્ટ્રકચર એન્જીનીયરોની ટીમ તૈયાર કરાવી આવાસોના સર્વે કરાવ્યા છે. જેમાં મકાનોની સ્થિતિ અને રહીશોની સમંતિ થઈ ને ધ્યાનમાં લઈ દસ સ્થળે “રી-ડેવલપમેન્ટ” યોજન અંતર્ગત નવા મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં બાપુનગરના સોનરીયા બ્લોક, ગોમતીપુરના સુખરામનગર હેલ્થ સ્ટાફ કવાર્ટસ, ખોખરાના નવા અને જુના મ્યુનિ. સ્લમ કવાર્ટસનો સમાવેશ થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સદ્દર યોજના અંતર્ગત ૪પ૬પ નવા મકાન બનાવવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ “રી-ડેવલપમેન્ટ” પોલીસી અંતર્ગતકુલ ૧૬પ બ્લોકના ૪પ૦૦ મકાનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જે પૈકી સોનારીયા બ્લોક માટે વર્ક ઓર્ડર પણ ઈસ્યુ થઈ ગયા છે.

જયારે શિવમ એપાર્ટમેન્ટ ની દરખાસ્ત રાજય સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.  સદ્દર યોજનામાં બિલ્ડર દ્વારા રૂ.પ૦ કરોડ કે તેથી વધુ રકમ કે વધુ ટીડીઆરની માંગણી કરવામાં આવે તેવા કિસ્સામાં રાજય સરકારની મંજૂરી જરૂરી રહે છે. શિવમ આવાસ યોજના માટે પણ આ પ્રકારની દરખાસ્ત આવી છે.

રિ-ડેવલપમેન્ટ યોજના માટે તે આવાસ યોજનાના ૬૦ ટકા રહીશોની સમંતિ જરૂરી છે. રહીશો ની સમંતિ મળ્યા બાદ જ નવા આવાસ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. હાલ, જે સ્ટાફ કવાર્ટર કેઆવાસ યોજનાને રી-ડેવલપમેન્ટ કરવા સંમતિ મળી છેકે તે સ્થળે સાત માળના બ્લોક બનાવવામાં આવશે. સ્થાનિક રહીશોને હયાત મુળ બાંધકામ સામે ૪૦ ટકા વધુ બાંધકામ આપવામાં આવશે.

બિલ્ડર દ્વારા રિ-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવે તે સમયથી બી.યુ. ઈસ્યુ થાય ત્યાં સુધી રહીશોને ભાડાની રકમ બિલ્ડરે આપવાની રહે છે. મકાનો તૈયાર થયા બાદ ડ્રો સીસ્ટમ દ્વારા જ તેની ફાળવણી કરવામાં આવશે. નવા જી.ડી.સી.આર.ને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં દસ માળના બ્લોક બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે.

રીડેવલપમેન્ટ પોલીસી ર૦૧૬ માં ર૮ પબ્લીક હાઉસીંગ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેના સર્વે પુરા થઈ ગયા છે. જે પૈકી દસમાં સમંતિ મળી છે. તેથી જેમાં સોનારીયા બ્લોકના ટેન્ડર મંજૂર થઈ ગયા છે. જયારે શિવમ આવાસ-ઓઢવ, સુખરામનગર-ગોમતીપુર તથા પતરાવાળા કવાર્ટસના ટેન્ડર મંજુરીમાં છે. તથા ખોખરાના નવા અને જુના સ્લમ કવાર્ટસ માટે ટેન્ડર ઈન્વાઈટ કર્યા છે.

તદ્દઉપરાંત ડી.કોલોની વિરાભગત, વિજયમીલ હેલ્થ કવાર્ટસ અને રામનગર સાબરમતી માટે ટેન્ડર તૈયાર થઈ રહયા છે. અન્ય ૧૮ આવાસ યોજનાઓમાં ૬૦ ટકા રહીશોની સમંતિ મળી નથી. રી-ડેવલપમેન્ટ પોલીસીમં મુળ માલિકને જ મકાનની ફાળવણી કરવામાં આવશે.

ભાડુઆત કે કરાર કર્યા વિના વેચાણ લેનારના નામે મકાન તબદીલ કરી આપવામાં આવશે નહી. જયારે બિલ્ડરોને જે તે સ્થળે સ્કીમના ડેવલપમેન્ટ બાદ બાકી રહેલી જમીનનો લાભ આપવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.