પશ્ચિમ ઝોનમાં મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષના બીલો સમયસર ન વહેંચાયાની ફરીયાદ
ર૦૧૯-ર૦ના વર્ષમાં બીલમાં વોરંટ ફી તથા જુલાઈ ર૦૧૯થી ઉમેરાયેલા વ્યાજ સામે જનઆક્રોશ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષના બીલો વર્ષ ર૦૧૯-ર૦માં પશ્ચિમ ઝોનમાં હવે વહેંચવાની શરૂઆત થઈ છે. પરંતુ પાલડી વોર્ડની ઘણી સોસાયટીઓમાં તથા ફલેટોની ફરીયાદ છે કે હજુ તેમને ટેક્ષના બિલો મળ્યા જ નથી. જે કરદાતાઓને ટેક્ષના બિલો મળ્યા છે તેઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે બીલ ભરવાની છેલ્લી તારીખ ર૬-૯-૧૯ છે. જ્યારે બીલની તા.ર૭-૮-૧૯ છે.
જા બિલ સમયસર ભરવામાં ન આવે તો રોજના ૧૮ ટકા લેખે વ્યાજ ભરવું પડે. આ તો પેલી કહેવત અનુસાર પાડાને વાંકે પખાલીને ડામ. સમયસર ટેક્ષના બીલો કરદાતાઓને મળે અને બીલ ભરવા માટે ઓછામાં ઓછા ૧પ દિવસનો ગાળો હોવો જાઈએે. બીલો સમયસર પહોંચાડવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવા છતાં આ કેવા પ્રકારનો ન્યાય? જે લોકોને હજુ પણ (કેટલાંક ફલેટો તથા કેટલીક સોસાયટીઓ) બીલો નથી મળ્યા તેનું શું ?? તેમને તો ૧૮ ટકાના વ્યાજ ભરવું જ પડશે.
સમયસર બીલની રકમ ભરવા છતાં વોરંટ ફી તથા વ્યાજ શા માટે?? |
જે કરદાતાઓને ટેક્ષના બીલો ર૦૧૯-ર૦ના વર્ષના તેમની પણ ફરીયાદ છે કે તેમના બીલોમાં એક કોલમ છે. વાંરંટ ફી બજવણી ચાર્જ જેવી એક આડેધડ રકમો દર્શાવી ટેક્ષના બીલમાં વસુલ કરવામાં આવે છે. જેયારે બીલ ભરવાની છેલ્લી તારીખ પેહલાં કરદાતા તે બીલ ભરતા હોય તો પછી વોરંટ ફી લેવાનો શો અર્થ??
પાલડીમાંઆવેલ એક સોસાયટીમાં તો પ્રમુખના મ્યુનિસિપલ ટેક્ષ બિલમાં વોરંટ ફી બજવણી ચાર્જ ઉપરાંત જુલાઈ -ર૦૧૯થી વ્યાજની રકમ પણ ઉમેરવામાં આવે છે. તેમનું કહેવું છે કે બીલો સમયસર ન વહેચંવામાં આવે તો કરદાતા શા માટે વ્યાજ ભરે, અને તે પણ ઓગષ્ટ ર૦૧૯માં બીલ બનાવ્યુ હોય તો જુલાઈ ર૦૧૯થી વ્યાજનો ચાર્જ શા માટે લગાવવામં આવે છે. તેઓ જણાવે છે કે નગરજનો સાથે મ્યુનિસિપલ કોર્પોેરશનની આ ઉઘાડી લૂંટ છે.
કરદાતાઓએ તેમને ર૦૧૯-ર૦ના વર્ષનું ટેક્ષનું બીલ ચેક કરવા પણ જણાવ્યુ છે. મ્યુનિસિપલ કમિશ્નર આ અંગે ચોખવટ કરે તેમ નગરજનો ઈચ્છે છે. તેમજ હજુ જ્યાં બીલો મળ્યા જ નથી તેનું શું??