AMC ટેક્ષ વિભાગે ત્રણ મહિના માટે વ્યાજ રિબેટ યોજના જાહેર કરી
વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિબેટ યોજના જાહેર થઈઃ અગાઉ બે યોજનામાં કરદાતાઓને રૂ.૫૩ કરોડ રિબેટ આપ્યું
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત યોજના જાહેર કરવામાં આવ્યું છે પાછલા નાણાકીય વર્ષની માફક વર્તમાન નાણાકીય વર્ષમાં છેલ્લા ત્રણ મહિના માટે અલગ અલગ સ્લેબની રિપીટ યોજના જાહેર થઈ છે
ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦% એડવાન્સી યોજના અને ૭૫ ટકા આઝાદી અમૃત મહોત્સવ યોજના નો અમલ થઈ ચૂક્યો છે જે પેટે તંત્ર દ્વારા નાગરિકોને રૂપિયા ૫૦ કરોડ કરતા વધુ રકમનું રિબેટ આપવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક ભાઈ વકીલ અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ તારીખ ૬ જાન્યુઆરી થી ૩૧ માર્ચ સુધી બાકી રકમ પર વ્યાજ યોજના જાહેર કરવામાં આવ્યું છે સદર યોજના અંતર્ગત ૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી
કોમર્શિયલ મિલકતોમાં ૬૦ ટકા અને રહેણાંક મિલકતો પર ૮૦%, એક ફેબ્રુઆરી થી ૨૮ સુધી કોમર્શિયલ મિલકતો પર ૫૫ ટકા અને મિલકતો પર ૭૫ ટકા તેમજ એકમાત્ર ૩૧ માર્ચ સુધી કોમર્શિયલ મિલકતો ઉપર ૫૦ ટકા અને રહેણાંક મિલકત પર ૭૦% આપવામાં આવશે આ માટે જે તે મિલકત ધારકે બીલની તમામ રકમ એક સાથે ભરપાઈ કરવાની રહેશે તેમ જ ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના જ બાકી વેરા પર રિબેટ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષની શરૂઆતમાં ૧૦% એડવાન્સ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં તંત્રને રૂપિયા ૩૫૭.૭૪ કરોડની આવક થઈ હતી. જેની સામે કરદાતાઓને રૂપિયા ૨૮.૭૧ કરોડ રિબેટ આપવામાં આવ્યું હતું જ્યારે ૭૫ ટકા વ્યાજના અંતર્ગત કરદાતાઓને રૂપિયા ૨૫.૦૩ કરોડ રિબેટ આપવામાં આવ્યું હતું.
જેની સામે રૂપિયા ૧૪૭.૩૨ કરોડની આવક થઈ હતી. આમ, આ બે રિબેટ યોજનાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ને મિલ્કતવેરા પેટે રૂ.૫૦૫ કરોડની આવક થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ૭૦ ચો.મી. સુધીની મિલકતો પર ચાલુ વરસે ૨૫ ટકા માફી આપવામાં આવી છે. જેના કારણે, કરદાતાઓને રૂપિયા ૧૦ કરોડનો લાભ થશે.
રેલવે વિભાગ ઘ્વારા પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરવામાં આવતો નથી. જેના માટે મ્યુનિ.કોર્પોરેશન ઘ્વારા બાકી કર વસુલાત માટે સતત પ્રયાસ થઈ રહયા છે. એક અંદાજ મુજબ રેલવે વિભાગ પાસેથી રૂ.૨૪ કરોડ નો વેરો લેવાનો બાકી છે. ચાલુ વર્ષે ૩૧ માર્ચ સુધી રેલવે તરફથી વેરો ભરવામાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.