અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગે કરદાતાઓની સુવિધા માટે વોટ્સઅપ સેવા શરૂ કરી
૧ લાખ ૪૪ હજાર અરજીઓ પૈકી માત્ર ૬ હજાર અરજીઓનો નિકાલ બાકી ઃ અનિરૂધ્ધસિંહ ઝાલા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા દર વર્ષે પ્રોપર્ટી ટેક્ષના બીલ ઈશ્યુ કરવામાં આવ્યા છે જેમાં નાની મોટી ખામીઓ જોવા મળે છે જેના કારણે નાગરિકો બીલ ભરતા નથી અને બીલમાં રહેલી ખામીઓ દુર કરવા માટે વાંધા અરજીઓ કરે છે. જેનો સમયસર નિકાલ ન થવાના કારણે તંત્રની તિજોરી પર સીધી અસર થાય છે પરંતુ હવે ટેક્ષ વિભાગે આ ખામીઓ દુર કરવા માટે બીડુ ઝડપ્યું છે.
ચાલુ વર્ષ દરમિયાન માત્ર છ મહિનામાં આવેલી ૧ લાખ ૪૪ હજાર અરજીઓ પૈકી માત્ર ૬ હજારઓનો અરજીઓનો નિકાલ બાકી રહયો છે. નાગરિકોને વધુ સારી સેવા મળી રહે તે માટે વોટસઅપ નંબર સહિતની સેવા પણ શરૂ કરવામાં આવી છે.
મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ટેક્ષ ખાતામાં કરદાતાઓ દ્વારા વિવિધ પ્રકારની અરજીઓ જેવી કે, નામ ટ્રાન્સફર, કબ્જેદારના નામમાં ફેરફાર, નવી આકારણી, ફેક્ટર ચેન્જ વગેરે કરવામાં આવે છે. સદર અરજીઓનો જે-તે ઝોનના કર્મચારીઓ દ્વારા સમય મર્યાદામાં નિકાલ કરવાનો થાય છે.
ઘણા કિસ્સામાં અરજદાર દ્વારા અરજી સાથે ખુટતા પુરાવા તથા અન્ય કોઇ દસ્તાવેજી પુરાવા સામેલ હોતા નથી તેના કારણે તેઓને જરૂરી પુરાવા રજુ કરવા ટેક્ષ ખાતા તરફથી જાવક લખવામાં આવે છે. ઘણા કિસ્સામાં અરજદારને જાવક સમયસર મળતો નથી તેના કારણે અરજીનો નિકાલ કરવામાં વિલંબ થાય છે. કોઇ પણ કરદાતા પોતાની અરજીનું સ્ટેટસ મેળવવા તથા ટેક્ષ ખાતા વિશે જાણકારી મેળવવા માટે,
ફેસીલીટીની જેમ જ રેવન્યુ કમિટીનાં ચેરમેનશ્રીની રજુઆતથી સાતેય ઝોન માટે ટેક્ષ ખાતાને અલગ નંબર આપવા સુચન કરવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં લઈ એક નંબર આપવામાં આવેલ છે. જેના કારણે કોઇ પણ કરદાતા ટેક્ષ ખાતામાં નિતી-નિયમ વિશે સરળતાથી જાણકારી મેળવી શકશે તથા તેઓની અરજીનો પણ ઝડપથી નિકાલ થઇ શકશે. અરજીના ઝડપી નિકાલ અંતર્ગત સાતેય ઝોનનાં ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરના હસ્તક એક નીચે જણાવેલ નંબર સહિત મોબાઇલ તથા સિમકાર્ડ આપવામાં આવેલ છે.
ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન ૧ એપ્રિલથી ર૧ ઓકટોબર સુધી ૭ ઝોનમાં ટેક્ષ વિભાગને લગતી ૧૪૪૪૮૯ અરજીઓ મળી છે જે પૈકી ૯૪૭૧૩ અરજીનો નિકાલ થઈ ગયો છે. ૩૧પ૪૩ અરજીમાં ખુટતા પુરાવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પ૮પ૩ અરજી રીજેક્ટ થઈ છે જયારે ૧ર૩૮૦ અરજીઓ પેન્ડીંગ છે જે પૈકી ૬૧૮૧ અરજી ખાલી બંધની છે તેથી હવે માત્ર ૬૦૯૯ અરજીનો નિકાલ બાકી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.