Western Times News

Gujarati News

AMC નગરી હોસ્પિટલ પાસે અર્બન હાઉસ બનાવશે

બાંધકામની પરવાનગી, ઝોનિંગ સર્ટીફીકેટ, ટી.પી.ના કામ માટે સિંગલ વિન્ડો તૈયાર થશે ઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટી.પી.સ્કીમોના અમલ, બાંધકામની પરવાનગીના કામો, ઝોનિંગ સર્ટીફીકેટ, આમ જમીન મકાનની વિવિધ પરવાનગીઓ માટેની કચેરીઓ અલગ અલગ જગ્યા એ સ્થાપિત છે. AMC to build urban house near nagari hospital, Ellisbridge

ખાસ કરીને ટી.પી. કચેરીઓ સમગ્ર અમદાવાદમાં ફેલાયેલી છે.આ તમામ કચેરીઓ એકજ જગ્યાએ સ્થાપિત થાય અને સિંગલ વિન્ડો કલીયરન્સ શકય બને તેમજ સંકલન ઝડપથી થાય તે હેતુસર અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૪-૨૫ ના સ્ટેન્ડીગ કમિટી દ્વારા ફાળવેલ બજેટમાં અર્બનહાઉસ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ પશ્ચિમઝોનના નવરંગપુરાવોર્ડમાં ટી.પી.નં.૩ એલીસબ્રીજ(ચંગીસપુર), ફા.પ્લોટ નં.૪૪૧ના પ્લોટમાં, એન.સી.સી. સર્કલથી નગરી હોસ્પીટલ જવાના રોડ ઉપર “અર્બનહાઉસ” બનાવવામાં આવશે. “અર્બનહાઉસ”નો પ્લોટ એરીઆ ૫૩૦૪ ચો. મી તેમજ બિલ્ટઅપ એરીઆ ૨૬,૩૬૦.૦૦ ચો.મી રહેશે.

જેમાં બે બેઝમેન્ટ તથા ય્+૦૯ ફલોર, કુલ ગ્રીન એરીઆ-૧૦૫૫ ચો.મી., રૂફ એરીઆ ગ્રીન – ૧૩૮ ચો.મી.તૈયાર કરવામાં આવશે. અર્બન હાઉસમાં બી.પી.એસ.પી. વિભાગની, સીટી પ્લાનીગ તથા ટી.ડી.ઓ. વિભાગની, નગરરચના અધિકરીની ઓફિસ, ડોક્યુમેન્ટ માટેના સ્ટોરેજ-રેકર્ડ રૂમ,ટ્રેનીગ સેન્ટર, જી.આઈ.એસ.સેલ, સર્વર રૂમ, કાફેટેરીયા, ટેરેસ ગાર્ડન-કેન્ટીન તેમજ મ્યુનિ.કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની ઓફિસ બનાવવાનું પ્લાનીગ કરવામાં છે.

જેમાં બે બેઝમેન્ટ માં કુલ ૧૪૦ નંગ ફોરવ્હીલર તથા ૧૧૮૪ નંગ ટુવ્હીલરના ર્પાકિંગ બનાવવામાં આવશે. ઇન્ડીયન ગ્રીન બિલ્ડીગ કાઉન્સીલના રેટીગ મુજબ પ્લેટીનમ રેટીંગનું સર્ટીફીકેશન મુજબનું પ્લાનીગ કરેલ છે. જેમાં સોલર જનરેશન, જળ સંરક્ષણ, એનર્જી સેવીગ, ઈન્ડુર એન્વાર્યમેન્ટ ક્વોલીટી, સર્ટીફાઈડ ગ્રીન બિલ્ડીંગ મટીરીયલનો ઉપયોગ, વેસ્ટવોટર રિયુઝ વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવી છે.

મ્યુનિ.સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અર્બન હાઉસ બનાવવા માટે રૂ.૫૨.૧૫ કરોડનો ખર્ચ થશે. જ્યારે તેમણે ફર્નીચર બનાવ્યા બાદ કુલ ખર્ચ રૂ.૭૬ કરોડ થશે.

અર્બન હાઉસના ૯માં માળે ટેરેસ ગાર્ડન અને કેન્ટીન તૈયાર કરવામાં આવશે. અર્બન હાઉસના પહેલા માળે સુએઝ ફાર્મ, બીજા માળે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અને ત્રીજા માળે ફી કલાર્ક અને આસિસ્ટન્ટ ટીડીઓ, ચોથા માળે ટ્રેનિંગ સેન્ટર અને કેફેટ એરિયા તૈયાર કરવામાં આવશે. જ્યારે ૮મા માળે મ્યુનિ.કમિશનર અને વીઆઈપી ઓફિસો બનાવવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.