Western Times News

Gujarati News

રાજ્યનું પ્રથમ CNG ડોગ સ્મશાન અમદાવાદમાં બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડોગ સ્મશાન બનાવશે

અમદાવાદ, (પ્રતિનિધિ)  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં અંદાજે 50 હજાર પેટ ડોગ્સ છે. જેમાં અત્યાર સુધીમાં 5500 પેટ ડોગના રજિસ્ટ્રેશન AMCમાં નોંધાયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના અંદાજે 40થી 50 જેટલાં મૃત પશુઓના નિકાલ માટેની ફરિયાદો મળે છે. જેમાં અંદાજે 8થી 10 જેટલા કુતરાઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓના સન્માનનીય રીતે અંતિમ સંસ્કાર થાય તેના માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત કરુણા મંદિર ખરે ડોગ સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે. AMC to set up CNG-fired dog crematorium at Danilimda. Ahmedabad: The Cattle Nuisance Control Department (CNCD) of the Amdavad Municipal Corporation (AMC) has decided to establish a gas-fired crematorium for deceased dogs in Danilimda.

મ્યુનિસિપલ સી.એન.સી.ડી. વિભાગના ડાયરેક્ટર નરેશભાઈ રાજપુત ના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનું પ્રથમ સી.એન.જી. ડોગ સ્માશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 30 લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં શહેરમાં મૃત પામતા કુતરાઓની અંતિમક્રિયા કરાશે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એકસાથે બે ડોગની અંતિમક્રિયા થઈ શકશે.

જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીંયાં અંતિમ સંસ્કાર કરી શકશે તેના માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી કરવામાં આવશે. બે વર્ષથી શહેરમાં ડોગ માટેનું સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી હતી. શહેરથી દૂર ગ્યાસપુર નજીક ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જોકે, ત્યારબાદ ડોગ સ્મશાન બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ડોગ સ્મશાન બનાવવાને લઈને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં જ્યાં ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાં જ ડોગ સ્મશાન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા CNG ભઠ્ઠીવાળું ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 30 લાખના ખર્ચે ડોગ સ્મશાન બનાવવામાં આવશે. જે માટેનું નવું અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીવાળું મશીન ઊભું કરવામાં આવશે.
80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમક્રિયા માટેનું મશીન બનાવવામાં આવશે. જેમાં એકસાથે બે ડોગની અંતિમક્રિયા થઈ શકશે. નાગરિકોને પોતાના પેટ ડોગ માટે ખૂબ જ લાગણી હોય છે. ઘરમાં પરિવારના સભ્ય તરીકે પેટ ડોગને રાખતા હોય છે ત્યારે તેની અંતિમક્રિયા હવે ખૂબ જ સન્માન સાથે થાય તેવી આખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.