Western Times News

Gujarati News

‘ઈમ્પેકટ’ પેટે મ્યુનિ. તિજાેરીમાં માત્ર 42 લાખ જ જમા થયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં થયેલ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે રાજય સરકારે વટહુકમ દ્વારા ઈમ્પેકટ કાયદાનું ચાર માસ માટે અમલીકરણ કર્યું હતું જેની મુદત ૧૬ ફેબ્રુઆરીએ પૂર્ણ થતાં કાયદાનો અમલ વધુ ચાર માસ માટે લંબાવવામાં આવે તેવી શક્યતા છે. AMC under ‘Impact’. Only 42 lakhs were deposited in the treasury

જાેકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કાયદાના અટપટા નિયમો અને તોતીંગ ફી ના કારણે ચાર મહિનામાં માત્ર બેકી સંખ્યામાં જ અરજીઓ મંજુર થઈ છે જયારે ઈમ્પેકટ ફી પેટેની આવક પણ માંડ ૪૦ લાખ સુધી પહોંચી છે.

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઈમ્પેકટ કાયદાને નબળો પ્રતિસાદ મળી રહયો છે. કાયદાની ચાર મસની અવધિ પૂર્ણ થઈ તે દરમિયાન મ્યુનિ. કોર્પો.ને માત્ર ૧ર૬૭૧ અરજીઓ જ મળી છે જે પૈકી ૯૮ અરજીઓના બાંધકામ નિયમિત થયા છે.

નોંધનીય બાબત એ છે કે ર૦૧૧ના ગુડા એક્ટમાં પણ સમાન પરિસ્થિતિ જાેવા મળી હતી તે સમયે માત્ર ૬ મહિના માટે ઈમ્પેકટ કાયદો જાહેર કરવામાં આવ્યો હતો જેનું અમલીકરણ ૬ વર્ષ સુધી ચાલ્યુ હતું તેમ છતાં તંત્રને માત્ર બે લાખ તેતાલીસ હજાર અરજીઓ જ મળી હતી

હાલ પણ કંઈક આવી જ પરિસ્થિતિ જાેવા મળી રહી છે અને ઓછી અરજીઓ મળ્યા બાદ અરજીઓ મંજુર કરવાની પ્રક્રિયા પણ અત્યંત મંથર ગતિએ ચાલી રહી હોવાથી અરજીઓના ઝડપભેર નિકાલ થતાં નથી. કાયદાની જાહેરાત સમયે માત્ર ઓનલાઈન અરજી માટે જે નિયમ કરવામાં આવ્યો હતો

તેના કારણે પણ તંત્રને ઓછી અરજીઓ મળી હોવાનું માનવામાં આવે છે. સદ્‌ર ઈમ્પેકટ કાયદા અંતર્ગત મ્યુનિ. કોર્પો.ને રૂા.પ૦૦ કરોડની આવક થવાની આશા છે પરંતુ ચાર માસની અવધિ પૂર્ણ થઈ તે દરમિયાન માત્ર રૂા.૪ર લાખની જ આવક તંત્રને થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈમ્પેકટ અંતર્ગત જે અરજીઓ મંજુર કરવામાં આવે છે તેની સામે તંત્રની તિજાેરીમાં ૪રર૬પર૭ જમા થયા છે જેમાં ઉ.પ.ઝોનમાં રૂા.૬.૦૭ લાખ, દ.પ.ઝોનમાં રૂા.ર૭.૧૩ લાખ, પશ્ચિમ ઝોનમાં રૂા.૭.૩૧ લાખ, મધ્યઝોનમાં રૂા.૧.પ૯ લાખ અને પૂર્વ ઝોનમાં રૂા.૧૪૩૮ર ઈમ્પેકટ અરજીના નિકાલ પેટે મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.