Western Times News

Gujarati News

80 કરોડના ખર્ચે AMC વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધી આઈકોનીક રોડ બનાવશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, આઈકોનિક રોડ બનાવવામાં આવશે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના ૩.૬૫ કિ.મી લંબાઈના રોડને આઈકોનિકલ રોડ તરીકે ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વિસત સર્કલથી ઝુંડાલ સુધીના રોડમાં વચ્ચેના ભાગમાં મ્ઇ્‌જી કોરિડોરની સુવિધા હશે.

લગભગ ૩.૬૫ લંબાઈ અને ૬૦ મીટરની પહોળાઈ ધરવતા આ રોડમાં BRTS કોરિડોર સિવાયના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. સૂચિત આઈકોનિક રોડમાં ૨.૦ મીટરનો પાથવે, લેન્ડ સ્કેપીંગ અને બોલાર્ડ લાઇટીંગ, બફર ઝોનમાં વેન્ડીંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેંચીસ, ઓનસ્ટ્રીટ પાર્કગ, વોકીંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરીયા, વગેરે જેવી સુવિધા ઉભી કરાશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા દેશ અને વિદેશોના શહેરોના જેવા વધુ સારા, વધુ ટકાઉ, આકર્ષક અને સુવિધાઓ ધરાવતા રોડ બનાવવામાં આવી રહ્યા છે. મ્યુનિ. દ્વારા શહેરના સાતેય ઝોનમાં આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. દ્વારા એરપોર્ટ સર્કલથી હાંસોલ બ્રિજ સુધીનો સૌપ્રથમ આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડમાં પણ હજુ કેટલીક સુવિધાઓ ડેવલપ કરવામાં આવી રહી છે.

ઉપરાંત શહેરના અન્ય ઝોનમાં પણ આઈકોનિક રોડ બનાવવાનું નક્કી કરાયું છે. AMC દ્વારા પશ્ચિમ ઝોનમા આવેલ વિસત સર્કલથી ઝુંડાલ સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિસત સર્કલથી ઝુંડાલ સુધીનો આ રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુડા, રાજ્ય સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થતો હોવા છતાં ૩.૬૫ મી. લંબાઈ અને ૬૦ મી.ની પહોળાઈ ધરાવતા આ રોડને છસ્ઝ્ર દ્વારા આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલો જી ય્ હાઈવે રાજ્ય સરકાર, હાઈવે ઓથોરિટી હેઠળ આવતો હોવા છતાં છસ્ઝ્ર દ્વારા જીય્ હાઈવે પર પણ સુવિધાઓ ડેવલપ કરવામાં આવે છે. આ પ્રકારે વિસત સર્કલથી ઝુંડાલસુધીના રોડને પણ છસ્ઝ્રના ખર્ચે આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે.

બીઆરટીએસ કોરીડોરની બંને બાજુ ૯.૯૦ મીટર રોડ પહોળાઈના (૩ લેન એક બાજુ અને ૩ લેન બીજી બાજુ) મીલીંગ કરી સ્થળ પરિસ્થિતિની જરૂરીયાત મુજબ રોડ બનાવાશે. મીક્ષ ટ્રાફિક લેન અને સર્વિસ રોડની વચ્ચે એવરેજ ૭ મીટરની પહોળાઈમા ગ્રીન બફર ઝોન જેમાં ૨.૦ મીટરનો પાથવે અને બાકીના ભાગમાં લેન્ડ સ્કેપીંગ અને બોલાર્ડ લાઇટીંગ મૂકાશે.

સર્વિસ રોડની પહોળાઈ અંદાજીત ૫.૦ મીટર જેટલી પહોળાઈમાં બનાવવામાં આવશે. સર્વિસ રોડની પ્રોપર્ટી ને અડીને એવરેજ ૧.૮ મીટર થી ૨.૦ મીટરની પહોળાઈમાં ફુટપાથ બફર ઝોનમાં વેન્ડીંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેંચીસ, વોકીંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરીયા હશે. આઈકોનીક રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કગની સુવિધા ઉભી કરાશે અને જાહેરાત માટેના ર્હોડિંગ્સ લગાવવામાં આવશે. ટ્રાફિક સાઈનેજીસ, થર્મોપ્લાસ્ટીક રોડ માર્કગ, પેઈન્ટ અને અન્ય ટ્રાફિક એન્જીનીયરીંગને લગતી કામગીરી કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.