Western Times News

Gujarati News

મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ વિભાગે વરસાદ બાદ ૪૦ ટન કાદવ- કીચડ દૂર કર્યો

૧૧ હજાર કરતા વધુ કેચપીટ પરથી કચરો દૂર કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા ૦૨ દિવસ દરમ્યાન થયેલ સતત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જે સ્થળે વરસાદી પાણી ઓસર્યા છે તે સ્થળે પારાવાર કાદવ-કીચડ અને ગંદકી થયા હતા જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત હતી. પરંતુ મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ ઘ્‌વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવતા નાગરિકો ને રાહત થઈ છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ શહેરના ૪૮ વોર્ડમાં આવેલાં લોકેશનો જેવા કે મણિનગરમાં ઉત્તમનગર ગાર્ડન રોડ, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ રોડ, લાંભા-નારોલ માર્કેટ રોડ, દરીયાપુર-દિલ્હી દરવાજા થી શાહપુર મેટ્રો સ્ટેશન રોડ, શાહપુર-પોલીસ સ્ટેડિયમ રોડ, ગોતા ચોકડી બ્રિજ ની નીચે નો વિસ્તાર, શાયોના અંડર બ્રિજ, ચાંદલોડીયા ગૌરવપંથ રોડ,

વંદેમાતરમ રોડ, ઘાટલોડીયા ચાણકયાપુરી બ્રિજ, બોડકદેવ-આંબલી બોપલ રોડ, ન્યુયોર્ક ટાવર એસ.જી.હાઇવે, ગોમતીપુર બળીયા કાકા રોડ, અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા થી મથુર માસ્ટર ચાર રસ્તા રોડ, વિરાટનગર સોનીની ચાલી રોડ, નિકોલ શુકન ચાર રસ્તાથી મોડલ રોડ રીંગરોડ સુધી, વસ્ત્રાલ-માધવ ગાર્ડન રોડ, પાલડી એન.આઈ.ડી.ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા રોડ, વાસણા બસ ટર્મિનલ રોડ થી

A cleanliness drive saw the enthusiastic participation of the AMC standing committee Chairman, the Councillor, and the Deputy Mayor of East Zone in Ahmedabad on Wednesday.

પ્રજાપતિ ગાર્ડન વાસણા રોડ, આઈ.આઈ.એમ.રોડ પાંજરાપોળ, નારણપુરા શાસ્ત્રીનગર રોડ, ભીમજીપુરા સર્કલ થી અખબાર નગર સર્કલ સુધી, સરદારનગર ઇન્દિરા બ્રીજ સર્કલથી એરપોર્ટ સર્કલ રોડ અને એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજ સર્કલ રોડ (આઇકોનિક રોડ), મેમ્કો સ્પોટ્‌ર્સ સંકુલ રોડ, બાપુનગરમાં મરઘા ફાર્મ રોડ, હીરાવાડી ચાર રસ્તા,

ઠક્કરનગર ઓવરબ્રિજ રોડ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તા પર જે કાદવ-કીચડ અને માટી ના થર થયા હતા તેને ન્યૂસન્સ ટેન્કરથી સાફ કરાવવાની કામગીરી કરવામાં આવ્યા છે. ૦૭ ઝોનમાં ૧૪૦ જેટલી લીટરપીકીંગ ટીમો દ્વારા કેચપીટ પરનાં ફ્‌લોટીંગ વેસ્ટ કલેક્શનની કામગીરી કરી છે તેમજ સફાઈ કામદારો મારફતે ૧૧૨૬૪ કુલ કેચપીટો પરના કચરાને દુર કરવામાં આવ્યો છે

બુધવાર સવારે હાજર ૬૯૪૯ સફાઈ કામદારો દ્વારા બીટ સફાઈની કામગીરી કરવામાં આવી હતી ૨૪૬ એસ.એસ.આઈ., એસ.આઈ., પી.એચ.એસ. સુપરવાઇઝરી સ્ટાફ કામગીરીનાં સુપરવિઝન માટે હાજર રહયા હતા.

કુલ ૨૧ ટ્રેક્ટર પાવડીઓ તથા શેવાલ કામગીરી માટેનાં સફાઈ કામદારો મુકી રસ્તાઓ- ડીવાઇડરની માટી – કાદવ કીચડ દૂર કરવાની કામગીરી આ કામગીરીમાં કુલ ૩૯.૩૮ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડ તેમજ માટી દુર કરેલ ૨૨ નાનાં – મોટાં અંડર પાસોમાં સફાઈ કામદારો અને ન્યુસન્સ ટેન્કરો મારફતે સાફ કરાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.