સરદાર સાહેબે રરર દિવસ સફાઈ અભિયાન ચલાવ્યું હતું તેવું જ અભિયાન ફરીથી યોજવાનું આયોજન
AMC ‘સરદાર પટેલ મ્યુનિસિપાલિટી પ્રમુખપદ શતાબ્દિ ધામધૂમથી ઉજવશે
અમદાવાદ, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા એવા રાષ્ટ્રના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે મુદિયાને રાષ્ટ્રવાદ, સહકાર અને સંગઠનની તાકાતનો પરિચય કરાવ્યો હતો. સરદાર સાહેબના સાર્વજનિક જીવનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપાલિટીથી થઈ હતી.
આવા મહાન સ્વાતંત્ર સેનાની અને નીડર રાષ્ટ્રીય નેતાને ભાવાંજલિ સ્વરૂપે ‘સરદારનું અમદાવાદ, અમદાવાદના સરદાર’ને શોભે તે રીતે ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન તેમની અમદાવાદ મ્યુનિસિપાલિટી પ્રમુખપદ શતાબ્દિની ભારે ધામધૂમથી ઉજવણી કરાશે.
‘સરદારનું અમદાવાદ, અમદાવાદના સરદાર’ને અનુલક્ષીને મ્યુનિસિપલ સત્તાવાળાઓ ૯ ફેબ્રુઆરી, ૧૯ર૪ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલા સરદાર પટેલની શતાબ્દિની ઉજવણી નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો કરશે.
આ નિમિત્તે ગાંધી હોલમાં વ્યાખ્યાન, પ્રેઝન્ટેશન, સરદાર વલ્લભભાઈ પટેલની અમદાવાદ મ્યુનિસિપાલિટીની કારકિર્દી પર દસ્તાવેજી પ્રકાશ પાડતા ગ્રંથ ‘એક સિંહપુરૂષઃ સરદાર પટેલ’નું હિંદી અને અંગ્રેજીમાં અનુવાદ અને પ્રકાશન,
સરદાર પટેલ સાહેબની અમદાવાદ મ્યુનિસિપાલિટીની કારકિર્દી સાથે સંકળાયેલા સ્થળોને સાંકળીને ‘વોક સરદાર પટેલ હેરિટેજ’નું આયોજન, ‘દરિયાપુરના દરિયાદિલ સરદાર સાહેબ’ પ્રેરણાત્મક પ્રસંગો આધારિત શાળા કોલેજાેમાં વકતૃત્વ નિબંધ અને અન્ય સ્પર્ધાઓ, ‘સરદારનું અમદાવાદ, અમદાવાદના સરદાર’ ૫ુસ્તિકાનું ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશન, આધુનક અમદાવાદના ઘડવૈયા સરદાર સાહેબની
અસલ સહી સાથેના ગુજરાતની સર્વપ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ ‘એલિસબ્રિજ ટાઉન પ્લાનિંગ સ્કીમ’નું પુનઃ પ્રકાશન, દાણાપીઠની હેરિટેજ બિલ્ડિંગમાં સરદાર પટેલની અમદાવાદ મ્યુનિસિપાલિટીની કારકિર્દી દર્શાવતું કાયમી પ્રદર્શન વગેરે આયોજન તંત્રએ હાથ ધર્યા છે.
સરદાર અને તેમના મ્યુનિસિપાલિટીના સાથીઓ ઉપર બ્રિટિશ સામ્રાજ્યવાદી સરકારે કરેલા મુકદમાઓ આધારિત ગ્રંથનું ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશન, રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય સેમિનાર ૩૧ ઓક્ટોબર, ર૦ર૩ સરદાર જયંતી અને ૧પ ડિસેમ્બર ર૦ર૩ સરદારની પુણ્યતિથિએ વિવિધ કાર્યક્રમોનું આયોજન
તેમજ સરદાર સાહેબે રરર દિવસ જેવું સફાઈ અભિયાન ચલાવ્યું હતું તેવું જ અભિયાન ફરીથી યોજવું અને સરદાર સાહેબના નામ પરથી તંત્ર દ્વારા વિવિધ એવોર્ડ એનાયત કરવા જેવા કાર્યક્રમોનું પણ આયોજન આ સમયગાળા દરમિયાન થવાનું છે. આ માટે મ્યુનિસિપલ કમિશનરે ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરીને જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓને જે તે કામગીરી સુપરત કરી છે.