Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન નદીમાં જતા પ્રદુષિત પાણીને શુધ્ધ કરવા બાયોરેમેડિયેશનનો અમલ કરશે

પ્રતિકાત્મક

અત્યારે દેશમાં મુંબઇ અને ગંગાનદી શુદ્ધીકરણ માટે સહિત ૧૦ સ્થળે આ પદ્ધતીનો ઉપયોગ કરીને પાણીને શુદ્ધ કરવામાં આવે છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. મ્યુનિ. એસટીપીમાં શંકા કરતા વધુ પ્રદુષિત પાણી આવતા તેને બાયપાસ કરી નદીમાં જવા દેવામાં આવે છે તેના કારણે નદી પ્રદુષિત થાય છે.

એક અંદાજ મુજબ દૈનિક ૧ર૦૦ થી ૧પ૦૦ એમએલડી પ્રદુષિત પાણી નદીમાં બાયપાસ થઈ રહયું છે જેને રોકવા માટે તંત્ર દ્વારા બાયોરેમિડીઝનો અમલ કરવામાં આવશે જેથી નદીમાં જતા પહેલા આ પાણી શુધ્ધ થશે. આ પદ્ધતીથી કેટલાક સ્થળે કામગીરી કરવા માટે ૫ એજન્સીઓની મ્યુનિ. દ્વારા એમ પેનલ તૈયાર કરવામાં આવી છે. Bioremediation is a system that uses microbes, plants, and other organisms to clean polluted water and soil:

મ્યુનિ. કોર્પોરેશન જે બાયોરેમેડિયેશનનો અમલ કરવા જઈ રહી છે તેમાં જ્યાંથી ગટરના પાણી નદી કે તળાવોમાં ઠલવાઇ રહ્યા હોય તેના આગળ ૫૦૦ મીટર દુર કે શરૂઆતની જગ્યાઓમાં જ કેટલાક બેક્ટેરીયા ડેવલપ કરી (કલ્ચર) તેને ગટરના મેઇનહોલમાં છોડવામાં આવશે. આ બેક્ટેરીયા સુએઝને ખાઇ જશે જ્યારે આગળ શુદ્ધ પાણી જશે.

એસટીપીમાં પણ સુએઝ (ગંદકી) એક મોટી ટેન્કમાં ભરવામાં આવે છે જ્યારે પાણીને અલગ કરીને નદીમાં છોડવામાં આવે છે જ્યારે ગંદકી જે ટેન્કમાં ભરાઇ હોય તે સ્થળે પણ આવા બેક્ટેરીયા (કલ્ચર) છોડવામાં આવે છે જે ગંદકીને સાફ કરી નાંખે છે. તે પદ્ધતી ગટરના પ્રવાહીત પાણીમાં થશે

નોંધનીય છેકે, શહેરમાં અત્યારે પણ નદીમાં જ ૧૩ થી ૧૪ સ્થળેથી ગટરના પાણી સીધા અથવા તો અર્ધ ટ્રીટમેન્ટ થયેલા નદીમાં છોડવામાં આવે છે. અનેક એસટીપીમાં તેની ક્ષમતા કરતાં વધારે સુએઝ આવતાં તે કામ કરી શકતું નથી. આ પદ્ધતીથી કામગીરી થઇ રહી હોય તેના માટે ફ્‌લો મીટર પણ લગાવવામાં આવશે. તથા તેનો નિયમીત રીતે પાણીની શુદ્ધતીની ચકાસણી કરવામાં આવશે.

અત્યારે દેશમાં મુંબઇ અને ગંગાનદી શુદ્ધીકરણ માટે સહિત ૧૦ સ્થળે આ પદ્ધતીનો ઉપયોગ કરીને પાણીને શુદ્ધ કરવામાં આવે છે. જેમાં બીઓડી (પાણીમાં ઓક્સિજનનું કેમીકલ માપન) ૧૦ કરતાં ઓછુ હશે. તે રીતે સીઓડી (ઓક્સિડાઇઝની પાણીમાં માત્રા) જે ૫૦ કરતાં ઓછી હશે. ટીએસએસ (ટોટલ સસ્પેન્ડેડ સોલીડ)ની માત્ર ૨૦ કરતાં ઓછી હશે. તે રીતે નાઇટ્રોજનની પાણીમાં સ્થિતિ ૧૦ કરતાં ઓછી અને ટોટલ ફોસ્ફરની સ્થિતિ ૧ કરતાં ઓછી રહેશે.

નોંધનીય છેકે, ૧ એમએલડી સુએઝ પાણી શુદ્ધ કરવા માટે મ્યુનિ.ને રૂ. ૧૭૦૦ જેટલો ખર્ચ થશે. આ ઉપરાંત એમઓયુમાં મ્યુનિ. દ્વારા એવી પણ શરત રાખવામાં આવી છેકે, જો પાણીની યોગ્ય શુદ્ધતા ન મળે તો એક સપ્તાહ સુધી તેમના દ્વારા કરવામાં આવેલી ટ્રીટમેન્ટના નાણાં કાપી લેવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે એમ પેનલ મંજુર કરવામાં આવી છે તેમાં ગ્રીનવે ટેકનોલોજીસ, બાયોક્ષગ્રીન ટેક. પ્રા.લી, મેપલ ઓર્ગેટેક (ઇ) પ્રા.લી., ઓર્ગેનીકા બાયોટેક પ્રા.લી.,જે.એમ. ઇન્ફ્રા એન્ડ એન્વાયરો ટેક પ્રા.લી. છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.