ટ્રાફિક હળવો કરવા AMC દ્વારા 16 ટ્રાફિક જંકશન ઉપર લેફ્ટ ફ્રી પોઇન્ટ અમલમાં મુકાશે
અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે AMC દ્વારા એક મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ ટ્રાફિક જંકશન ઉપર લેફ્ટ ફ્રી પોઇન્ટ અમલમાં મુકવામાં આવ્યા છે.
શહેરમાં ઓફિસ જવા આવવાના સમયે ટ્રાફિક જામ થઇ જાય છે. વાહન ચાલકોને મિનિટો સુધી સિગ્નલ પર ઉભા રહેવું પડે છે. જેના કારણે સમય, શક્તિ અને ઈંધણનો વ્યય થાય છે. જેથી શહેરના ટ્રાફિકના વિષય પર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ શહેરમાં ટ્રાફિક પોલીસના સંકલન સાથે અલગ અલગ વિસ્ચારોના ૧૬ જંક્શન પર લેફ્ટ ફ્રી પોઇન્ટ અમલમાં મુકવાનો ર્નિણય કર્યો છે.AMC will implement left free points at 16 traffic junctions to ease traffic
જાહેર રસ્તા પર ખાડા ખોદી હોલિકા દહન કરતા હોય છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જાેઇએ. તેમજ હોલિકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જાેઇએ. કારણ કે રસ્તાઓ પર ખાડા કરવાની જાહેર રસ્તાને નુકશાન થાય છે.
નીચે પ્રમાણેના 16 સ્થળો પર લેફટ ફ્રી પોઈન્ટનો અમલ શરુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેશવબાગ,સતાધાર ક્રોસરોડ,પ્રભાત ચોક,ઈન્કમટેકસ,સરદાર પટેલ બાવલા,દુધેશ્વર,સરદાર પટેલ સ્ટેડિયમ , ડફનાળા , ઉમિયાહોલ,નહેરુનગર,ગીતાબેન રાંભિયા સર્કલ,આંબાવાડી,વિજય ક્રોસ રોડ,ન્યુ સી.જી.રોડ,કાગડાપીઠ પોલીસ સ્ટેશન,ફુટબોલ ગ્રાઉન્ડ
આગામી ૭ અને ૮ માર્ચના રોજ આવનાર હોળી અને ધુળેટીના તહેવારોમાં જાહેર જનતા અને સંસ્થા દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.
આ ધાર્મિક પ્રસંગે અમદાવાદ શહેરના જાહેર માર્ગો અને રસ્તાઓને નુકશાન ન પહોંચે તે હેતુથી જાહેર રસ્તાઓ ઉપર હોલિકા દહન કરવામાં આવે તો હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર રેતી અને માટી નાખ્યા બાદ જ હોળી પ્રગટાવી જાેઇએ અથવા શક્ય હોય તો નજીકના એએમસીના ખુલ્લા પ્લોટમાં અગ્રિમતા આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂર લાગશે તો અમદાવાદ મહાનગર પાલિકા પણ સંસ્થાઓ અને સોસાયટીને મદદ કરશે.SS1MS