AMC 8 કરોડના ખર્ચથી “ગણેશ કુંડ” તૈયાર કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ વરસે પણ ગણપતિ વિસર્જન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ નાગરીકોને હાલાકી ન થાય તે માટે સાબરમતી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. જેના માટે અંદાજે રૂા.આઠ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા આ અંગે ખર્ચ કરવાની તમામ સતા કમિશ્નરને સોંપવામાં આવી છે. AMC will prepare “Ganesh Kund” at a cost of Rs.8 crore
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ગણપતી વિસર્જન માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિસર્જન કુંડ બનાવવામાં આવશે. સાબરમતી નદી ઉપરાંત કેટલાક વોર્ડના તળાવોમાં પણ વિસર્જન થઈ શકે તે માટે તૈયારીઓ કરવા તંત્રને સુચના આપવામાં આવી છે,
પશ્ચિમ ઝોનમાં રૂા.૧.૮૦ કરોડના ખર્ચથી ૧પ વિસર્જન કુંડ બનાવવામાં આવશે, જયારે મધ્યઝોનમાં ૧ર, ઉત્તર ઝોનમાં ૧પ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૦પ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જાેધપુર વોર્ડમાં ૦૩ વિસર્જન કુંડ બનાવવા માટે સ્થળ નકકી કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં ૧ર કુંડ નદીના પટમાં તેમજ ડે. સીટી ઈજનેરોના કાર્યક્ષેત્રમાં જરૂરીયાત મુજબ ગણેશકુંડ બનાવવામાં આવશે,
જેના માટે તમામ ડે. સીટી ઈજનેરોને રૂા.ર૦ લાખ સુધીની મર્યાદામાં કામ કરવાની સત્તા આપવામાં આવી છે. રીવરફ્રન્ટ પર એન.આઈ.ડી.ની પાછળ, વલ્લભ સદન પાસે, સાહિત્ય પરિષદ પાસે ગણેશકુંડ તૈયાર કરવામાં આવશે, જયારે મધ્યઝોનમાં રીવરફ્રન્ટ પૂર્વઝોનમાં દધીચી બ્રીજ, એરપોર્ટ રોડ દશામાં મંદિર તેમજ જમાલપુર- રાયખડ વિસ્તારમાં કુંડ બનાવાવમાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગણેશ વિસર્જન કુંડની વિગત
મધ્ય ઝોન
શાહપુર વોર્ડ : રિવરફ્રન્ટમાં દધીચી બ્રીજ પાસે, પીકનીક હાઉસ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં, માસ્ટર કોલોની પાસે, દશામાં મંદીર પાસે ડાબી બાજુના ભાગમાં, એરપોર્ટ રોડ પર આવેલ દશામાં મંદીર પાસે, દશા મંદીર પાસે જમણી બાજુના ભાગમાં,
જમાલપુર વોર્ડ: એલીસબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં, સરદારબ્રીજ પાસે ડાબી બાજુના ભાગમાં, સરદારબ્રીજ પાસે જમણી બાજુના ભાગમાં, રિવરફ્રન્ટના નદીના તટ પર, નદીના તટ પર રાયખંડ
ઉ.પ.ઝોન
બોડકદેવ: પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ,
થલતેજ: પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોડાથી સિંધુભવન રોડ,
ગોતા:આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ,
ગોતા: ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં, ચાંદલોડિયા: એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે
નવો પશ્ચિમ ઝોન: શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ, રીવેરા આર્કેડની પાછળ
પશ્ચિમ ઝોન
સાબરમતી: અચેર સ્મશાન ગૃહ પાસે, ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) મોટેરા તળાવની પાસે,
રાણીપ: કાળીગામ તળાવની પાસે, આહવાડીયા તળાવની પાસે,
ચાંદખેડા: ટી.પી ૪૪ પ્લોટ નં. ર૪૮ અને ૪૯ પાસે, વડુ તળાવ પાસે, આમ્રકુંજ બંગ્લો પાસે,
નારણપુરા: વલ્લભ ચાર રસ્તા, સંસ્કાર ભારતી સોસાયટી સામે,
પાલડી: એન.આઈ.ડી.ની પાછળ, એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે)
નવરંગપુરા: વલ્લભસદન પાસે, સાહિત્ય પરિષદ પાસે