Western Times News

Gujarati News

AI થી સજ્જ, સુપરક્રૂઝ અને હથિયારો સાથેનું ફાઈટર જેટ ભારતમાં બનશે

પ્રતિકાત્મક

AMCA ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, આયાત કરવામાં આવેલા વિમાન (જેમકે રાફેલ અથવા સુખોઈ) પર નિર્ભરતા ઓછી કરશે.

(એજન્સી)નવીદિલ્હી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એએમસીએ કાર્યક્રમ માટે મંગળવારે (૨૭ મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરવામાં આવશે, જેમાં ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપનીને સમાન તક મળશે.

એએમસીએએ ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આધુનિક ટેક્નિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેક્નિક, સુપરક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયાર, એઆઈનો સમાવેશ થશે. ચાલો જાણીએ આ તમામની વિશેષતા વિશે. સ્ટીલ્થ ટેક્નિકઃ રડારથી બચવાની ક્ષમતા, જેનાથી દુશ્મન તેને સરળતાથી પકડી ન શકે.

સુપરક્રૂઝઃ આફ્ટરબર્નર વિના ધ્વનિની ગતિ સાથે વધુ ઉડાન ભરવાની ક્ષમતા. અદ્યતન સેન્સર અને હથિયારઃ રડાર, મિસાઇલ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જે તેને મલ્ટી રોલ વિમાન બનાવશે.

એઆઈ સ્વચાલિત નિર્ણય લેવા અને નેટવર્ક કેન્દ્રિત યુદ્ધમાં મદદ કરશે. એએમસીએને ડીઆરડીઓની એડીએ દ્વારા વિકસિત કરવામાં આવશે. તેનો લક્ષ્ય ભારતીય વાયુસેનાને ૨૦૩૦ સુધી એક વિશ્વસ્તરીય સ્વદેશી વિમાન આપવાનો છે, જે આયાત કરવામાં આવેલા વિમાન (જેમકે રાફેલ અથવા સુખોઈ) પર નિર્ભરતા ઓછી કરશે. એએમસીએ કાર્યક્રમનું અમલીકરણ મોડેલ સંરક્ષણ મંત્રીએ એએમસીએના વિકાસ માટે એક નવું અમલીકરણ મોડેલ મંજૂર કર્યું છે, જેમાં અનેક વિશેષતાઓ છે.

આ વિશેષતાઓમાં એડીએ આ કાર્યક્રમને ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપની સાથે મળીને ચલાવશે. જેનાથી સ્વદેશી ટેÂક્નકની કુશળતા અને ક્ષમતાનો ઉપયોગ થશે. આ સિવાય ખાનગી અને જાહેર કંપનીઓ સ્વતંત્ર રૂપે, જોઇન્ટ વેન્ચર અથવા કંસોર્ટિયાના રૂપે બોલી લગાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.