ગટરમાં કચરો ના જાય તે માટે વધારાની જાળી મૂકવા મનપાનો ર્નિણય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા લગભગ કાયમી થઈ ગઈ છે. જે સ્થળે વરસાદના પાણી ભરાય છે તે સ્થળે ડ્રેનેજ લાઇન બેક મારવાની સમસ્યા પણ જાેવા મળે છે
જેનું મુખ્ય કારણ વરસાદી પાણીની સાથે ડ્રેનેજ લાઈનમાં જતો કચરો છે મ્યુનિસિપલ કોર્પોરેશને સદર સમસ્યાના નિવારણ માટે ગટરના ઢાંકણા નીચે વધુ એક જાળી મૂકવા ર્નિણય કર્યો છે. AMC’s decision to put extra nets to prevent garbage from going into drains
આગામી ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાય ત્યારે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન સુધી પાણી સરળતાથી વહી જાય તેના માટે ડ્રેનેજ અને વોટર સ્ટ્રોમ લાઇન વચ્ચે જે જાળી મૂકવામાં આવે છે તેમાં એક વધારાની જાળી લગાવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.
વરસાદી પાણીની સાથે ગટરમાં જે કચરો આવતો હોય છે તે કચરો સ્ટ્રોંમ વોટર લાઈનમાં ન જાય તેના માટે લગાવેલી જાળીને જ્યારે ભારે વરસાદ પડે ત્યારે કાઢીને સાફ કરવી પડે છે જેમાં ૨૦થી ૨૫ મિનિટ જેટલો સમય લાગતો હોય છે ત્યારે તે સમયમાં પણ કચરો સાથે વહી જાય છે.
આ સમસ્યાના નિવારણ માટે એક વધારાની જાળી દરેક પંપીગ સ્ટેશન પર રાખવા માટે સુચના આપવામાં આવી છે.મ્યુનિ. વોટર સપ્લાય કમિટીમાં ભાજપના કોર્પોરેટરોએ ટેન્ડરને કમિટીમાં મુકવા અંગે પણ ચર્ચા કરી હતી. જ્યારે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે તેને મંજૂરી માટે કમિટીમાં મુકવાનો સમય બે મહિનાનો હોય છે
છતાં પણ અધિકારીઓ છ છ મહિના સુધી ટેન્ડર મંજૂરી માટે મુકતા ન હોવાની ફરિયાદ કરી હતી જેમાં અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે કેટલાક ટેકનિકલ કારણોસર તેમાં કાર્યવાહી બાકી હોય અથવા નેગોસીએશન કરવામાં આવતું હોય છે જેના કારણે ટેન્ડર મુકવા માટે મોડું થાય છે. તેવી ચર્ચા પણ કમિટીમાં થઈ હતી.