એએમસીના ફ્લાવર શોનો ખર્ચ પ્રથમવાર ૨૦ કરોડ ઉપર પહોંચવાની ધારણા
નવી દિલ્હી, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા મ્યુનિ.ના ફ્લાવર શોને આકર્ષક અને સફળ બનાવવા માટે સૌપ્રથમવાર કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે તેમજ જાતજાતના સ્કલ્પ્ચર બનાવવા સહિતના કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે.
મ્યુનિ. રિક્રિએશન કમિટીની બેઠક બાદ ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રિવરળન્ટ ઉપર ફ્લાવર ગાર્ડન તથા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા ફ્લાવર શોમાં કોમન સ્કલ્પ્ચર તથા આઇકોનિક સ્કલ્પ્ચર મુકાશે, જેના માટે ૩.૪૯ કરોડ તથા ૪.૧૪ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.આ સિવાય ફ્લાવર શો ખાતે વિવિધ રંગોના સિઝનલ ફ્લાવર સપ્લાય કરવાનુ ૩.૭૦ કરોડનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યુ છે.
આ વખતે ફ્લાવર શો પાછળ કેટલો ખર્ચ થશે તેવા સવાલના જવાબમાં તેમણે ૧૫-૧૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યકત કર્યાે હતો. પરંતુ મ્યુનિ. ગાર્ડન ખાતાએ ૧૭ કરોડના કામોના ટેન્ડર બહાર પાડ્યા છે અને તે સિવાય અન્ય ખર્ચા ગણવામાં આવે તો ફ્લાવર શોનો ખર્ચ ૨૦ કરોડ ઉપર પહોંચવાની ધારણા સેવાઇ રહી છે.
ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ફ્લાવર શો ખાતે નર્સરીના ૮ સ્ટોલ, અન્ય ચીજવસ્તુના ૬ તથા ખાણીપીણીના ૧૫ સ્ટોલ ભાડે આપવામાં આવ્યા છે, જેની બે કરોડ જેટલી આવક થશે. જોકે બગીચા ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર, બગીચા ખાતાના વર્ષાે જુના સિનિયર અધિકારીના રાજીનામા બાદ બગીચા ખાતામાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઇ છે.SS1MS