AMCનો ટાયર કિલર સ્પીડ બ્રેકર પ્રોજેક્ટ નિષ્ફળ
અમદાવાદ, નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એમ કહો કે, આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે.
અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેક તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે.
કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે.
રસ્તા પર રોંગ સાઈડ આવતા લોકોને રોકવા એએમસી દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર તો લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ એક દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. બીજે દિવસથી અમદાવાદીઓ તેનો જુગાડ શોધી લીધો.
પોતાનું ટુવ્હીલર હોય કે ફોરવીલર રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે. અમે સ્થળ પર જઈને ચકાસ્યું તો, ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડ જઇ રહ્યા છે. માત્ર ૪૮ કલાક પહેલાં લગાવેલા આ ટાયર કિલર પરથી સરળતાથી અમદાવાદીઓ પોતાના વાહન રોગ સાઈડ લઈ જઈ રહ્યાં છે.
એએમસી દ્વારા આ બમ્પ લગાવીને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજાે. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા લગાવાય ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે.