જેલ મેન્યુઅલ નિયમોમાં સુધારો, જાતિ આધારિત કામ નહીં સોંપાય
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં કેદીઓના જાતિના આધારે ભેદભાવ અને વર્ગીકરણને રોકવા માટે જેલ મેન્યુઅલ નિયમોમાં સુધારો કર્યાે છે.
નવા નિયમો મુજબ જેલ સત્તાવાળાઓએ કેદીઓ સાથે જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ, વિભાજન ન થાય તે કડકપણે સુનિશ્ચિત કરવું પડશે.
કેદીઓને હવે તેમની જાતિને આધારે કોઇપણ ફરજ કે કામ સોંપી શકાશે નહીં.તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પત્ર પાઠવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેદીઓના જાતિ-આધારિત ભેદભાવની સમસ્યાના ઉકેલ ‘મોડલ જેલ મેન્યુઅલ, ૨૦૧૬’ અને ‘મોડલ જેલ અને સુધારાત્મક સેવા ધારા, ૨૦૨૩’ સુધારા કરાયો છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને પણ આવા ભેદભાદને નાબૂદ કરવા પગલાં લેવાની સૂચના આપી છે.કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ અંગે સુપ્રીમ કોર્ટના ૩ ઓક્ટોબર, ૨૦૨૪ના આદેશને પગલે કેન્દ્ર સરકારે આ સુધારા કર્યા છે. સુપ્રીમે જાતિ આધારે કામની ફાળવણીને ગેરબંધારણીય ગણાવીને તેના પ્રતિબંધ મૂક્યો હતો.
મંત્રાલયે જણાવ્યું હતું કે જેલની અંદર ગટર અથવા સેપ્ટિક ટેન્કની મેન્યુઅલ સફાઈ કરાવી શકાશે નહીં. મેન્યુન્યુઅલ સફાઇ કામદાર તરીકે રોજગારી પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન ધારા ૨૦૧૩ની જોગવાઈ પણ જેલના નિયમોમાં લાગુ પડશે.
વિવિધ રાજ્યોમાં રીઢા ગુનેગાર ધારાની ઉપલબ્ધ વ્યાખ્યાને આધારે મોડલ પ્રિઝન મેન્યુઅલ ૨૦૧૬ અને મોડલ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ સર્વિસ એક્ટ ૨૦૨૪ની રીઢા ગુનેગારોની વ્યાખ્યામાં સુધારો કરાયો છે.SS1MS