ભારતને બદનામ કરવાના મામલે અમેરિકા-બ્રિટન કેનેડાને સાથ નહિં આપે
કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું
કેનેડાના જસ્ટિન ટ્રૂડોની આ કોશિશ સફળ થઈ શકી નહીં. કારણ કે અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોએ આ માંગણીથી પોતાના હાથ પાછા ખેંચી લીધા.
(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે કહ્યું કે આતંકીની હત્યા ભારતે કરી છે. હવે ભારત અને કેનેડામાં ડિપ્લોમેટિક સ્તરે લડાઈ શરૂ થઈ ગઈ છે. America-Britain will not support Canada in defaming India
ભારતની નીતિ રહી છે કે તે વિદેશમાં થઈ રહેલી કોઈ પણ ગતિવિધિને લઈને કડક પગલું ભરતું નથી. તે સ્થાનિક સરકારોને કાર્યવાહી કરવાનું કહે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પોતાના ખાલિસ્તાન પ્રેમના પગલે આ નિવેદન આપ્યું છે. જેના કારણે બે દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો પ્રભાવિત થયા છે.
જસ્ટિન ટ્રૂડોના આરોપોનું પરિણામ એ નીકળ્યું કે ભારત અને કેનેડા વચ્ચે એક ડિપ્લોમેટિક યુદ્ધ છેડાઈ ગયું જેમાં ડિપ્લોમેટ્સનું નિષ્કાસન પણ થયું. બીજા બાજુ કેનેડા દ્વારા ભારતમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે.
લંડન, વોશિંગ્ટન અને કેનબેરા તમામ નવી દિલ્હી સાથેના ગાઢ સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યાં છે, ભારત દેશ સાથે યુ.કે., અમેરિક કે ઓસ્ટ્રેલિયા કેનેડાની મદદ કરી સંબંધો ખરાબ થાય તેવું ઈચ્છતા નથી.
કેનેડાએ એવો દાવો કર્યો કે જેના કારણે તેના ભારત સાથેના સંબંધ પ્રભાવિત થયા. કેનેડા ઈચ્છતું હતું કે અમેરિકા સહિત તેના નીકટના સહયોગીઓ સાથે આવે અને ભારતની ટીકા કરે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ જસ્ટિન ટ્રૂડોની આ કોશિશ સફળ થઈ શકી નહીં. કારણ કે અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોએ આ માંગણીથી પોતાના હાથ પાછા ખેંચી લીધા.
એક પશ્ચિમી અધિકારીના હવાલે કહેવાયું કે આ વર્ષ જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલાને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, અને અમેરિકાના અનેક સીનિયર ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ઉઠાવ્યો હતો.