અમેરિકાને ઈમિગ્રન્ટ્સ વગર હવે નહીં ચાલે
નવી દિલ્હી, અમેરિકા એક એવો દેશ છે જે બહારથી આવેલા ઈમિગ્રન્ટ્સના કારણે જ વિકસ્યો છે તેમ કહી શકાય. આખી દુનિયામાંથી આવેલા લોકોએ અમેરિકામાં આવીને મહેનત કરી છે અને તેને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવ્યો છે.
અમેરિકામાં ઈમિગ્રન્ટ્સનું આગમન આજે પણ ચાલુ છે અને તાજેતરમાં તેમાં ભારે ઉછાળો આવ્યો છે. તેના કારણે યુએસની સરકાર હવે ઈમિગ્રેશનને રોકવા માટે જુદા જુદા રસ્તા વિચારી રહી છે. યુએસમાં ઈમિગ્રેશનમાં અચાનક જે તેજી આવી છે તે ૨૦૨૬ સુધી ચાલે તેવી શક્યતા છે અને તેનાથી દેશની ઈકોનોમી, લેબર માર્કેટ તથા હાઉસિંગ સેક્ટરને અસર થશે તેવું માનવામાં આવે છે.
કોંગ્રેસ બજેટ ઓફિસના અહેવાલ પ્રમાણે ઈમિગ્રેશન વધવાના કારણે અમેરિકાને વધુ યુવા અને વિશાળ વર્કફોર્સ મળશે. આ લોકો મોટાભાગે ૨૫થી ૫૪ વર્ષની વયજૂથના હશે જેથી ઈકોનોમીને મોટા પ્રમાણમાં ટેકો આપી શકશે. અમેરિકામાં લોકોની ઉંમર વધતી જાય છે તેથી કામ કરી શકે તેવા લોકો ઘટી રહ્યા છે. તેની સામે ઈમિગ્રન્ટ્સના આગમનના કારણે અર્થતંત્રને મહત્ત્વનો ટેકો મળશે.
ઇમિગ્રેશન ન હોય તો અમેરિકામાં રિયલ જીડીપી ગ્રોથ મેળવવો લગભગ અશક્ય છે. પરંતુ ઈમિગ્રન્ટ્સના કારણે ૨૦૩૪માં યુએસનો રિયલ જીડીપી રેટ લગભગ બે ટકાથી ઉપર રહી શકે છે. જોકે, બહારથી અમેરિકામાં આવતા લોકોની સંખ્યા વધે તેનાથી કેટલાક નેગેટિવ પાસા પણ સર્જાય છે.
જેમ કે ઈમિગ્રેશન વધવાના કારણે વેતનમાં ઘટાડો થશે. નવા ઈમિગ્રન્ટ્સ સ્કીલ્ડ ન બને અને અનુભવ ન મળે ત્યાં સુધી એવા ફિલ્ડમાં કામ કરશે જ્યાં તેમનો પગાર ઓછો હશે.
તેથી તેઓ એવરેજ વેતન પર પણ પ્રેશર લાવશે. જોકે, સમય વીતવાની સાથે ઈમિગ્રન્ટ્સની સ્કીલ વધશે અને તેઓ લેબર માર્કેટમાં વધુ સારી હિસ્સેદારી કરી શકશે. અમેરિકામાં વસતી વધારાનો દર સારો એવો જળવાઈ રહ્યો હોવાથી હાઉસિંગની ઘણી ડિમાન્ડ છે. તેના કારણે રેસિડેÂન્શયલ માર્કેટમાં રોકાણમાં વધારો થશે. રિયલ રેસિડેન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ વધીને ૧૦.૮ ટકા થવાની શક્યતા છે.
યુએસમાં મોર્ગેજ વ્યાજના દર ઘટ્યા છે અને હાઉસિંગની માંગ વધારે છે. તેથી લોકો મકાનો પાછળ ખર્ચ કરશે. ૨૦૨૫ કે ૨૬ પછી અમેરિકામાં નેટ ઈમિગ્રેશન ઘટી શકે છે.
પરંતુ ૨૦૩૦ સુધી હાઉસિંગની ડિમાન્ડ વધતી રહેશે કારણ કે નવા આવેલા ઈમિગ્રન્ટ્સ શરૂઆતમાં ભાડેથી રહેશે અને પછી પોતાની માલિકીના ઘરની શોધ કરશે. કોઈ પણ દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે રિયલ એસ્ટેટ સેક્ટર મહત્ત્વનું યોગદાન આપે છે.
અમેરિકાના કિસ્સામાં પણ આ વાત હકીકત બનવાની છે. ૨૦૩૪ સુધીમાં અમેરિકામાં ૧૬ વર્ષથી વધારે વયના યુવાનોની સંખ્યામાં ૭૪ લાખનો વધારો થશે. તેઓ વર્ક ફોર્સમાં હિસ્સો આપશે, દેશની ઈકોનોમીને ટેકો આપશે અને હાઉસિંગની ડિમાન્ડ પણ વધારશે. તેથી અમેરિકા ભલે ઈમિગ્રેશન વિરોધી નીતિ કડક બનાવે, પરંતુ આર્થિક વૃદ્ધિ માટે યુએસને ઈમિગ્રન્ટ્સ વગર ચાલે તેમ નથી.SS1MS