Western Times News

Gujarati News

અમેરિકાએ યુક્રેનને મળતી તમામ સૈન્ય મદદ પર રોક લગાવી

વાશિગ્ટન, વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે વિખવાદ બાદ અમેરિકા એક્શન મોડમાં આવ્યું છે. ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ સૈન્ય મદદ પર તાત્કાલિક રોક લગાવી છે.

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રમ્પને ખાતરી થાય કે ઝેલેન્સ્કી પણ શાંતિના પક્ષમાં છે પછી જ યુક્રેનને કોઈ મદદ કરવામાં આવશે.

ટ્રમ્પના આ નિર્ણયથી એક અબજ ડોલરના હથિયાર સંબંધિત મદદ પર સીધી અસર થશે. બીજી તરફ ઝેલેન્સ્કી યુક્રેનને સુરક્ષાની ગેરંટી માંગી રહ્યા છે. ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે, જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી. હવે ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે. હવે ઝેલેન્સ્કીની નજર યુરોપ પર રહેશે.

રશિયા સામેના યુદ્ધમાં યુરોપના મોટા ભાગના દેશો દ્વારા યુક્રેનને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. હાલમાં જ લંડનમાં યુરોપના દેશોની ઈમરજન્સી બેઠકમાં પણ તમામ દેશો યુક્રેનની મદદ માટે સહમત થયા હતા. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકાના પ્રવાસ પર પહોંચ્યા હતા. જોકે વ્હાઇટ હાઉસમાં મીડિયાની સામે જ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

જે બાદ ઝેલેન્સ્કી બ્રિટન પહોંચ્યા, જ્યાં યુરોપિયન દેશોએ યુક્રેનને ટેકો જાહેર કર્યાે હતો. યુરોપના અનેક દેશોના વડા સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ બેઠક કરી હતી. યુરોપિયન દેશો દ્વારા યુદ્ધ રોકવા માટે એક ‘પીસ પ્લાન’ પણ બનાવવામાં આવ્યો છે, જે ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.