અમેરિકા ભારતમાં જવલિન મિસાઈલ બનાવશે
નવી દિલ્હી, અમેરિકાએ ભારતમાં પોતાની પ્રખ્યાત જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલો બનાવવાની ઓફર કરી છે. ભારતીય સેનાની જરૂરિયાતોને પહોંચી વળવા બંને દેશો સંયુક્ત રીતે ભારતમાં આ અત્યાધુનિક મિસાઈલનું ઉત્પાદન કરવા પર વિચાર કરી રહ્યા છે.
ટોચના સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.અમેરિકાની ઓફર અનુસાર, તે ભારતીય ભાગીદાર સાથે ભારતમાં મિસાઇલો અને તેના લોન્ચર્સના સહ-ઉત્પાદન માટે તૈયાર છે. ભા
રતમાં જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલના ઉત્પાદન અંગે અમેરિકા અને ભારત વચ્ચેની ડીલ ફાઈનલ થયા બાદ જ જોઈન્ટ વેન્ચર પાર્ટનર અંગે નિર્ણય લેવામાં આવશે.
ભારતીય સેના શોલ્ડર ફાયર્ડ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ માટે તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ કરી રહી છે, પરંતુ છેલ્લા એક દાયકાથી તેના પ્રયાસો સફળ થયા નથી.
છેલ્લા કેટલાક વર્ષાેમાં ચીન સાથે વધી રહેલા સરહદી સંઘર્ષ દરમિયાન ભારતે કટોકટીની સ્થિતિમાં ઈઝરાયેલ પાસેથી સ્પાઈક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલોની ખરીદી કરી હતી. સ્વદેશી એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ વિકસાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને ડીઆરડીઓ તેના ઔદ્યોગિક ભાગીદારો સાથે મળીને તેના પર કામ કરી રહ્યું છે. તેમના દ્વારા તાજેતરમાં સફળ પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે.
ભારતીય સેના ખભાથી ચાલતી એન્ટિ-ટેન્ક ગાઈડેડ મિસાઈલઈચ્છે છે જેને સૈનિકો પર્વતીય વિસ્તારોમાં સરળતાથી લઈ જઈ શકે.તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ભારત સૈન્ય ઉપકરણોના સંયુક્ત ઉત્પાદન સહિત સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે મિસાઈલ અને અન્ય હથિયાર પ્રણાલીઓના સંયુક્ત ઉત્પાદન પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ ક્ષેત્રમાં ખાસ સફળતા મળી નથી.
જો જેવલિન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના સહ-ઉત્પાદન અંગે ચાલી રહેલી ચર્ચાઓ સફળ થાય છે, તો તે બંને દેશોની સંરક્ષણ ભાગીદારીમાં એક મોટી ઉપલબ્ધિ હશે. તમને જણાવી દઈએ કે જેવલિન મિસાઈલ કોઈપણ સશસ્ત્ર વાહનને નષ્ટ કરી શકે છે.SS1MS