અમેરિકન એરલાઈન્સના વિમાનમાં દુર્ઘટના થતી ટળી
વિમાને ટેકઓફ કરતાની સાથે પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ
અમેરિકન એરલાઈન્સના વિમાનમાં પક્ષી ટકરાતાં એન્જિનમાં આગ લાગી, દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી
વોશિંગ્ટન, અમેરિકન એરલાઈન્સના વિમાનમાં એક મોટી દુર્ઘટના થતી ટળી છે. આગ લાગવાને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ ઘટનામાં મળતી માહિતી મુજબ એવું થયું હતું કે જ્યારે વિમાન સાથે પક્ષી અથડાયું અને તેના કારણે એન્જિનમાં આગ લાગી હતી. જાે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. American Airlines Bird Strike
મળતી માહિતી અનુસાર, અમેરિકન એરલાઈન્સના બોઈંગ-૭૩૭ એરક્રાફ્ટે ટેકઓફ કરતા તરત જ તેની સાથે એક પક્ષી અથડાયું, ત્યારબાદ તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આ સમગ્ર આગ લાગવાની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
આ દુર્ઘટના સર્જાતા તરત જ આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેનના જમણા એન્જિનમાંથી આગની સાથે ધુમાડો નીકળતો જાેઈ શકાય છે.