Western Times News

Gujarati News

ભારતમાં ભાગલા પાડવા અમેરિકન અબજોપતિએ 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા!

ટ્રમ્પનો આરોપ છે કે સોરોસે આ પૈસાનો ઉપયોગ ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણાં દેશોમાં અસ્થિરતા ફેલાવવા કર્યો હતો

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પર પ્રતિબંધો લાદ્યા છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે.

અગાઉ, ટ્રમ્પે દાવો કર્યો છે કે હંગરી-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના સંગઠનોને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરફથી ૨૬૦ મિલિયન ડોલર મળ્યા છે. ટ્રમ્પનો આરોપ છે કે સોરોસે આ પૈસાનો ઉપયોગ ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણાં દેશોમાં અસ્થિરતા ફેલાવવા અને રાજકીય બાબતોને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. હવે આ મુદ્દો ભારતની સંસદમાં ઊઠાવવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ માંગ કરી હતી કે સરકારે આ મામલાની તપાસ કરવી જોઈએ અને દોષિતોને જેલમાં મોકલવા જોઈએ. કોંગ્રેસને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંબંધ છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, ‘અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસએઆઇડી સંસ્થાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે કારણ કે તે વર્ષોથી વિવિધ સરકારોને ઉથલાવી પાડવા માટે પૈસા ખર્ચી રહી હતી.

વિપક્ષે જણાવવું જોઈએ કે, યુએસએઆઇડીએ ભારતના વિભાજન માટે જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનને ૫૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા કે નહીં. તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા આપ્યા કે નહીં.’

નિશિકાંત દુબેએ સવાલો ઊઠાવ્યા કે, ‘શું યુએસએઆઇડીએ તાલિબાનને પૈસા આપ્યા હતા? વિપક્ષે જણાવવું જોઈએ કે શું આ અમેરિકન સંગઠને આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા કેટલાક સંગઠનોને પૈસા આપ્યા હતા કે નહીં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.