Western Times News

Gujarati News

અમેરિકન સિટીઝન દંપતીએ ભાગીદાર બની ધંધાર્થીને ૮૩ લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ, સાબરમતી વિસ્તારમાં રહેતા અને ગાંધીનગરના વલાદમાં ૨૦૨૧થી મશીનરીના પાર્ટસના ધંધાર્થીએ પાર્ટનર તરીકે મૂળ સાણંદના રહેવાસી અને હાલ અમેરિકાના સિટીઝન એવા અબુ બકર મેમણ અને તેની પત્ની સુચિત્રા અબુ બકર મેમણને રાખ્યા હતા.

દંપતીએ વિશ્વાસ કેળવીને ધંધાર્થીની બનાવટી સિગ્નેચર અને અન્ય દસ્તાવેજો બેંકમાં રજૂ કરીને કોર્પાેરેટ એકાઉન્ટ ખોલાવી દીધું અને પત્નીના નામનો ઉમેરો કરીને કંપનીના એકાઉન્ટમાંથી ગત વર્ષે ૮૩ લાખ દંપતીએ પોતાના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

ધંધાર્થીએ ઘણી વખત રૂપિયા માગવાનો પ્રયાસ કર્યાે પરંતુ દંપતી વારંવાર કોઈના કોઈ બહાના બતાડતા હોવાથી સાબરમતીના ધંધાર્થીએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.સાબરમતીની હીરા જૈન સોસાયટીમાં બિરવ શાહ (ઉ.૪૧) સંયુક્ત પરિવારમાં પત્ની સાથે રહે છે.

૨૦૨૧માં બિરવભાઈ ગાંધીનગરના વલાદમાં એરો સ્પેસ ગ્રાઉન્ડ સપોર્ટની મશીનરી બનાવવાનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૯ બિરવભાઈની મુલાકાત અબુ બકર સાથે થઇ હતી ત્યારબાદ બંને વચ્ચે ધંધાકીય સંબંધો વિકસ્યા અને બિરવ શાહે અબુ બકરની અમેરિકામાં આવેલી કંપની સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યાે હતો.

ત્રણ વર્ષ સુધી બિરવ શાહ અને અબુ બકરની વચ્ચે ધંધાકીય લેવડ દેવડ સારી રીતે ચાલતી હતી. એક દિવસમાં ૨૫ લાખની હેરફેર બેંકમાં થતી હતી તેથી બંનેએ નક્કી કરીને કોર્પાેરેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ધંધાની લેવડ દેવડમાં પારદર્શિતા રહે તે માટે બેંકમાં ઈ-મેઈલ એડ્રેસ અબુ બકરનો આપ્યો હતો.

મોબાઈલ નંબર બિરવ શાહની પત્નીનો આપ્યો હતો. ત્યારબાદ દંપતીની નિયત બગડતા ધંધાર્થી બિરવ શાહના બનાવટી સિગ્નેચર કરીને કંપનીનું બનાવટી બોર્ડ રિઝોલ્યુશન બનાવીને બેંકમાં રજૂ કરી દીધું અને કોર્પાેરેટ બેંક એકાઉન્ટમાં પોતાની વિગતો અને મેઈલ એડ્રેસ આપી દીધા હતા. ૨૦૨૪ એપ્રિલમાં અબુ બકર મેમણ તેની પત્ની સુચિત્રા ધંધાની મીટિંગનું બહાનું કાઢીને દુબઈ ફરવા જતા રહ્યા હતા.

દુબઈમાં બેઠા-બેઠા એપ્રિલ અને મે મહિનાના ટૂંકાગાળામાં દંપતીએ ભાગીદારીની કંપનીના બેંક એકાઉન્ટમાંથી ૮૩ લાખ પોતાના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.બિરવ શાહની ભાગીદારી કંપનીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા લેવડ દેવડ કરવા જતા બેંકમાંથી રૂપિયા જતા ન હતા. બિરવ શાહે બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તમારું કોર્પાેરેટ આઈડી બંધ કરી દેવામાં આવ્યું છે.

કંપનીનું બોર્ડ રિઝોલ્યુશન બનાવીને તેમાં ધંધાર્થીની સિગ્નેચર કરીને બેંકમાં ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે. તેના પગલે બેંક તરફથી ખાતાનો તમામ કમાન્ડ અને કંટ્રોલ અબુ બકર મેમણ અને તેની પત્ની સુચિત્રા મેમણને સોંપી દેવામાં આવ્યો છે.

ત્યારબાદ બિરવ શાહે બેંકની ડિટેઇલ મગાવી તો તેમાં જાણવા મળ્યું કે ભાગીદાર અબુ બકરે તેની પત્ની સાથે મળીને કંપનીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.