Western Times News

Gujarati News

ઈઝરાયેલના ગોળીબારમાં અમેરિકન નાગરિકનું મોત

મુંબઈ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે, યુએસ એમ્બેસીએ હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

ડોક્ટરે એજન્સીને જણાવ્યું કે મહિલાને માથામાં ગોળી વાગ્યા બાદ નાબ્લુસની રફીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પશ્ચિમ કાંઠે વસાહતોના વિસ્તરણના વિરોધમાં ભાગ લેનાર ૨૬ વર્ષીય અમેરિકન નાગરિક શુક્રવારે ઇઝરાયલી સૈનિકોએ કરેલા ગોળીબારમાં માર્યાે ગયો. ન્યૂઝ એજન્સી રોયટર્સે સત્તાવાર પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી ડબલ્યુએએફએને ટાંકીને આ માહિતી આપી છે.ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જોકે, યુએસ એમ્બેસીએ હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ડોક્ટરે એજન્સીને જણાવ્યું કે મહિલાને માથામાં ગોળી વાગ્યા બાદ નાબ્લુસની રફીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.તેણે કહ્યું, ‘અમે તેનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યાે પરંતુ કમનસીબે તેનું મોત થઈ ગયું.’

પેલેસ્ટિનિયન મીડિયાના અહેવાલો અનુસાર, ૨૬ વર્ષીય મહિલા ખેડૂતોને ઇઝરાયેલની હિંસાથી બચાવવાના પ્રયાસોમાં વ્યસ્ત હતી.ઈઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે લોકોનો ગુસ્સો ચરમસીમા પર છે. શનિવારે હમાસે છ ઈઝરાયેલી બંધકોને મારી નાખ્યા હતા અને ઈઝરાયેલી સૈનિકોએ ગાઝામાં એક ટનલમાંથી તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

૬ બંધકોની હત્યાના સમાચાર આવતાની સાથે જ ઇઝરાયેલમાં લાખો લોકો નેતન્યાહુ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે અને બંધકોની મુક્તિ માટે હમાસ સાથે કરાર કરવાની માંગ કરી રહ્યા છે.સ્થાનિક દબાણની સાથે નેતન્યાહૂ પર અમેરિકાનું દબાણ પણ વધી રહ્યું છે.

આ હોવા છતાં, નેતન્યાહુએ હમાસ સામેના યુદ્ધમાંથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યાે છે અને કહ્યું છે કે તેઓ દબાણ હેઠળ તેમના હથિયારો નહીં મૂકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.