અમદાવાદની હોસ્પિટલમાં અમેરીકાના ડોકટરોએ જન્મજાત ખૂંધની તકલીફ ધરાવતાં ૬ બાળકની સર્જરી કરી
(એજન્સી)અમદાવાદ,ચામુંડા બ્રિજ ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલમાં અમેરીકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા સ્કોલિયોસીસ પીઠમાં જન્મજાત ખૂંધ ની બીમારીરથી પીડાતા ૬ બાળકોની નિઃશુલ્ક સર્જરી કરે છે. અત્યંત જટીલ એવી આ સર્જરીમાં કરોડરજજુ સીધી કરવાથી હોવાથી સર્જરી પથી૧૦ કલાક ચાલતી હોય છે અને ન્યુરો મોનીટરીગના માર્ગદર્શન હેઠળ કરાય છે.
જીસીએસ હોસ્પિટલ ઓર્થોપેડીક વિભાગના ડો.જયોતીષ પટેલે જણાવે છે કે, સ્કોલીયોસીસની સર્જરી છેલ્લાં ચાર વર્ષથી હોસ્પિટલમાં કરાય છે. તેમજ પાંચમા વર્ષે હોસ્પિટલમાં ૬ બાળકોની નિશુલ્ક સર્જરી કરાઈ છે. સ્કોલીયોસીસ જેને સામાન્ય ભાષામાં કરોડરજજુ એક તરફ વળી જવી કહેવાય છે.
આ બીમારીથી પીડાતા ૬ બાળકોની નિશુલ્ક સર્જરી કરી છે. અત્યંત જટીલ એવી આ સર્જરીમાં કરોડરજજુ સીધી કરવાથી હોવાથી સર્જરી પથી૧૦ કલાક ચાલતી હોય છે. અને ન્યુરો મોનીટરીગના માર્ગદર્શન હેઠળ કરાય છે.
જીસીએસ હોસ્પિટલ ઓર્થોપેડીક વિભાગના ડો. જયોતીષ પટેલ જણાવે છેકે, સ્કોલીયોસીસની સર્જરી છેલ્લાં ચાર વર્ષથી હોસ્પિટલમાં કરાય છે. તેમજ પાંચમાં વર્ષે હોસ્પિટલમાં ૬ બાળકોની નિશુલ્ક સર્જરી કરારઈ છે. સ્કોલિયોસીસ જેને સામાન્ય ભાષામાં કરોડજજુ એક તરફ વળી જવી કહેવાય છે. આ બીમારી બાળકમાં જન્મજાત ખોડને કારણે થાય છે. આ બીમારીથી પીડાતા ર૦ ટકા દર્દીમાં કરોડરજજુ સાથે નસો ચોટી જતી હોય છે. જેથી આ પ્રકારની જહેમતભરી સર્જરીમાં પથી૧૦ કલાકનો સમય થતો હોય છે. કરોડરરજુને સીધી કરવા માટે લાંબો કાપો મુકીને કરોડરજજુમાં એકથી વધુ જગ્યાએ સ્ક્રૂ મુકીને ખૂંધને સીધી કરવી પડે છે.