Western Times News

Gujarati News

ભારતીય ટ્રેનમાં મુસાફરી બાદ અમેરિકન વ્લોગરને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

નવી દિલ્હી, ટ્રેનમાં સ્વચ્છતાના અભાવ મામલે ભારતીય રેલવે સામે આવારનવાર સવાલો ઉભા થાય છે. એવામાં ભારતીય રેલવેમાં મુસાફરી બાદ એક અમેરિકન પ્રવાસીને શ્વસનતંત્રનું ગંભીર ઇન્ફેકશન થઇ ગયું હોવાના અહેવાલ છે. થર્ડ એસી ટ્રેનમાં કલાકો સુધી મુસાફરી કર્યા બાદ એક અમેરિકન કન્ટેન્ટ ક્રિએટરને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.

નિક મેડોક નામના અમેરિકન વ્લોગરે દાવો કર્યાે છે કે ૧૫ કલાકની ટ્રેન મુસાફરીનું બાદ તેને શ્વસનતંત્રમાં ચેપ લાગી ગયો છે. નિકે ભારતીન ટ્રેનની મુસાફરીને તેના છ વર્ષના પ્રવાસમાં સૌથી અસ્વચ્છ અનુભવો ગણાવ્યો હતો.

તેમણે પ્રતિજ્ઞા લીધી હવે તે ક્યારેય ભારતીય ટ્રેનમાં મુસાફરી નહીં કરે. તેણે વારાણસીથી ન્યૂ જલપાઈગુડી સુધી થર્ડ એસી કોચમાં મુસાફરી કરી હતી. નીકે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યા છે.

અમેરિકાના મિઝોરી રાજ્યના વ્લોગરે લખ્યું, “મને ભારત ખૂબ ગમે છે. અહીં ઉષ્માભર્યા અને ઉદાર લોકો, અનંત મનોહર દૃશ્યો અને સમૃદ્ધ અને પવિત્ર ઇતિહાસ છે, મારે એ પણ સ્વીકારવું પડશે કે વારાણસીથી ન્યૂ જલપાઈગુડી સુધીની મારી ૧૫ કલાકની ટ્રેન મુસાફરી મારા ૬ વર્ષના પ્રવાસમાં સૌથી ખરાબ અનુભાવ હતો.

કોઈ હાયર ક્લાસ અવેલેબલ ન હતાં.”વ્લોગરે નીક હાલમાં ભૂટાનની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે લખ્યું, “ત્રણ દિવસ પછી, ભૂટાનમાં મને ગંભીર શ્વસન ચેપ હોવાનું નિદાન થયું. હું હવે સ્વસ્થ થઈ રહ્યો છું પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઘણો સમય થશે.”નીકે ટ્રેનના વોશરૂમનો એક વીડિયો પણ શેર કર્યાે, જેમાં વોશરૂમની ખરાબ હાલત અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે.

ઇન્સ્ટાગ્રામ રીલના ઓન-સ્ક્રીન ટેક્સ્ટમાં લખ્યું હતું, “તેને હજુ સુધી ખબર નથી, પરંતુ ૭૨ કલાક પછી તે ગંભીર ચેપ સાથે હોસ્પિટલમાં હશે.”તેમનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ તેની સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. તો ઘણા લોકોએ તેની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેના પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરી, “મોટાભાગના પ્રવાસીઓ એશિયાના બધા દેશોના સૌથી ગરીબ અને ખરાબ વિસ્તારોમાં જાય છે અને પછી જાહેર કરે છે કે આખો દેશ આવો જ છે.

આનું કારણ એ છે કે આ પ્રવાસીઓ આર્થિક રીતે સમૃદ્ધ વિસ્તારોમાં જવા માટે સક્ષમ નથી, અને પછી રડે છે.”નીકે એક કમેન્ટનો જવાબ આપતા કહ્યું, “ખરાબ બાથરૂમ અને સિંકમાં ઉલટી સામે બોલાવવા બદલ મને ક્યારેય આટલી નફરત અને ટીકાનો સામનો કરવો પડ્યો નથી. આ આશ્ચર્યજનક છે કારણ કે ભારતમાં લોકો ખૂબ જ દયાળુ, ઉષ્માભર્યા અને માયાળુ છે. હું પ્રયાસ કરીશ કે કીબોર્ડ વોરીયર્સઓ મારા સારા દૃષ્ટિકોણને ન બદલી શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.