Western Times News

Gujarati News

અમેરિકન યુવકે દોસ્તીનું કહી ભારતીય યુવતીને ફસાવી

સ્પોન્સરને ગિફ્ટની લાલચે ન કરવાનું કર્યું!

આ યુવતી ભારતની હતી અને તેને અમેરિકા જવાનું સપનું હતું એટલે આ રિલેટેડ બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી

નવી દિલ્હી,અમેરિકામાં રહેતા અને ડોકટર તેવા એક વ્યક્તિ સાથે ભારતીય યુવતીને ઓનલાઈન દોસ્તી કરવી મોંઘી પડી ગઈ હતી. અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર લોકો ખોટી દોસ્તીની વાતોમાં આવીને ફસાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો રાયપુરમાં સામે આવ્યો છે. જેમાં યુવતીને સામેથી અમેરિકન ડોકટરે મેસેજિસ કરવાનું શરૂ કર્યું હતું.

જોતજોતામાં બંને વચ્ચે સારી એવી વાતો થઈ અને તેઓ એકબીજા સાથે ચર્ચા વિચારણા પણ કરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ યુવતીને તો અમેરિકા જવા સુધીની ઓફર પણ મળી ગઈ હતી. જોકે પછી એરપોર્ટ પર કાંડ થયો હતો. અમેરિકન યુવકે સૌથી પહેલા તો પોતાની પ્રોફાઈલ જોરદાર સ્ટ્રોંગ બનાવી હતી. તેમા ફોટોઝ અને બધુ લોકોને આકર્ષિત કરે તેવું હતું. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે તેણે સામેથી જ યુવતીને મેસેજ મોકલ્યો હતો.

શરૂઆતમાં યુવતીએ ભાવ ન આપ્યો પરંતુ એકવાર કેઝ્યુઅલ વાત બંને વચ્ચે શરૂ થઈ અને પછી તો સીન થઈ ગયો હતો. યુવતીને તેણે કહ્યું કે તમને અમેરિકા આવવું હોય તો કહેજો આ દરમિયાન બંને વચ્ચે સારી એવી ચેટિંગ થવા લાગી હતી. અમેરિકન યુવકે જણાવ્યું કે તે ઈન્ડિયા ક્યારેય નથી આવ્યો અને તેને ઈન્ડિયન્સ ઘણા પસંદ છે. ત્યાંની છોકરીઓનો સ્વભાવ તેને ગમે છે. ધીમે ધીમે કરીને એ અમેરિકન વ્યક્તિએ તેની સાથે ફોન કોલ કરવાનું શરૂ કરી દીધું.

વીડિયો કોલ કર્યા, ઓડિયો કોલ કર્યા અને બધી જ રીતે દોસ્તી કરી લીધી હતી. આ દરમિયાન બંને વચ્ચે માત્ર મિત્રતાના સંબંધો જ હતા. ભારતીય યુવતીએ પણ કહ્યું કે તેના પ્લાનિંગ અમેરિકામાં ફરવાનાં છે તો આ યુવકે કહ્યું કે સેટલ થવા સુધીની મદદ પણ તમને કરીશ. એક કામ કરો તમને હું આપણા દોસ્તીની મસ્ત ગિફ્ટ મોકલી રહ્યો છું એ લઈ લેજો. અમેરિકન ફ્રેન્ડે ત્યારપછી ભારતીય યુવતીની સાથે ન કરવાનું કર્યું હતું.

તેણે એક પાર્સલ ભારત મોકલાવ્યું છે જેમાં એક એપલ, જ્વેલરી, અમેરિકન ડોલર્સની થોકડીઓ છે એવું જણાવ્યું. હવે આ બોક્સ ભારત ૨-૩ દિવસમાં પહોંચી જશે એવું આ યુવતીએ કહ્યું હતું. જોતજોતામાં સમય પસાર થયો તેણે મેસેજિસમાં વાતો કરી અને એ દિવસ આવી ગયો જ્યારે પાર્સલમાં યુવતીને મોંઘી મોંઘી ગિફ્ટ મળવાની હતી. ત્યારપછી અમેરિકન યુવકના મેસેજ નહીં પરંતુ એક ફોન યુવતીને આવ્યો હતો.

ભારતીય યુવતીને ફોન આવ્યો કે મેડમ દિલ્હીમાં પાર્સલ આવી ગયું છે એમાં મોંઘી વસ્તુઓ છે જેથી કસ્ટમ ડ્યૂટી તમારે ભરવી પડશે. આ દરમિયાન તેણે ૨૫ હજાર રૂપિયા ભરી દીધા હતા. જોતજોતામાં થોડા સમય પછી બીજા નંબરથી ફોન આવ્યો જેમાં તેને ૬૦ હજાર રૂપિયા ભરવા પડશે એવું જાણાવાયું હતું. આ બધુ થતા યુવતીએ આંખ બંધ કરીને આઈફોન અને બીજી ગિફ્ટની લાલચે જેટલા રૂપિયા તે લોકો કહેતા ગયા તેટલા આપતી ગઈ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.