Western Times News

Gujarati News

અમેરિકામાં જન્મજાત નાગરિકતાનો કાયદો ગુલામો માટે હતો: ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા અંગેનું કડક વલણ ફરી સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, જન્મની સાથે નાગરિકતાનો કાયદો ગુલામોના બાળકો માટે હતો, સમગ્ર વિશ્વ માટે અમેરિકા આવીને ભીડ કરવા માટે નહીં.ટ્રમ્પે શપથવિધીના દિવસે જ જન્મજાત નાગરિકતા વિરુદ્ધ સરકારી આદેશ જારી કર્યાે હતો.

જોકે, સિએટલની કોર્ટે બીજા જ દિવસે ટ્રમ્પના આદેશને રદ કર્યાે હતો. ટ્રમ્પે જણાવ્યું છે કે, તે ચુકાદા સામે અપીલ કરશે. ગુરુવારે તેમણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોતાની તરફેણમાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો. તેમણે જણાવ્યું હતું કે, “તમે ભૂતકાળ જોશો તો જણાશે કે આ કાયદો ગુલામોના બાળકો માટે બનાવાયો હતો. તેનો હેતુ આખી દુનિયાના લોકોને અમેરિકામાં ભેગા કરવાનો ન હતો.

અત્યારે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. તે બિલકુલ યોગ્યતા ધરાવતા નથી અને કદાચ તેમના બાળકો પણ એવા જ હશે. કાયદો તેના માટે ન હતો.”

ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે, અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીશું.” ચાલુ સપ્તાહે રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ અને કામચલાઉ વિઝા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ્‌સના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર નહીં આપવા ખરડો રજૂ કર્યાે હતો.

સેનેટર્સ લિંડસે ગ્રેહામ, ટેડ ક્‰ઝ અને કેટી બ્રિટે આ બિલ રજૂ કર્યું હતું. અમેરિકાની ગણના વિશ્વના માત્ર એવા ૩૩ દેશમાં થાય છે જ્યાં જન્મજાત નાગરિકતા પર કોઇ નિયંત્રણ નથી. સેન્ટર ફોર સ્ટડીઝના અંદાજ મુજબ ૨૦૨૩માં અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્‌સે ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ બાળકોને જન્મ આપ્યો હતો. તે અમેરિકાના કુલ જન્મદરના લગભગ સાત ટકા છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર શનિવારે ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી છે. તે ચીન સામે પણ આવાં પગલાં અમલી બનાવવાની પ્રક્રિયામાં છે. તેમણે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે, “અમે ઘણા કારણોસર કેનેડા અને મેક્સિકો પર ટેરિફ જાહેર કરવાના છીએ.”

તેમણે ટેરિફ માટે ગેરકાયદે ઇમિગ્રેશન, ડ્રગ્સની દાણચોરી તેમજ અમેરિકા દ્વારા કેનેડા અને મેક્સિકોને અપાતી મોટી સબસિડીને કારણભૂત ગણાવી હતી. હું કેનેડા પર ૨૫ ટકા અને મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરીશ. આ દેશો સાથેની અમેરિકાની ખાધનું પ્રમાણ ઘણું મોટું છે.”

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરના સ્થાને અન્ય કરન્સીનો ઉપયોગ કરવા સામે બ્રિક્સ દેશોને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, ડોલરને બદલવાનો પ્રયાસ કરાશે તો તેમની પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ દેશોમાં ભારત, ચીન, રશિયા, દક્ષિણ આળિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને યુએઇનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.