અમેરિકાની રહસ્યમય જગ્યા એરિયા-૫૧ કે જ્યાં કોઈ જઈ શકતું નથી
નવી દિલ્હી, અમેરિકાનો એરિયા-૫૧ દુનિયાની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. આ ચુસ્ત રીતે સુરક્ષિત જગ્યામાં કોઈને પ્રવેશવાની કે ત્યાંથી બહાર જવાની પરવાનગી નથી. કેટલાક ષડયંત્ર સિદ્ધાંતો દાવો કરે છે કે અમેરિકાએ એલિયન્સને અહીં કેદ કર્યા છે અને તેમના પર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
આ જગ્યા એટલી ગુપ્ત હતી કે ખુદ અમેરિકન લોકોને તેના વિશે ખબર ન હતી. છેવટે, વર્ષ ૨૦૧૩માં, અમેરિકન ગુપ્તચર એજન્સીએ પ્રથમ વખત એરિયા-૫૧ના અસ્તિત્વની સત્તાવાર જાહેરાત કરી. જાણો આ જગ્યાએ શું છે, જેના કારણે તેને આટલું છુપાવવામાં આવ્યું છે.
અહીં પહોંચવું જરાય સરળ નથી, અહીં ઈન્ટરનેટ ફોન કોઈ જ કનેક્ટિવિટી કામ કરતી નથી, અહીં પહોંચવા માગતા ઘણાં લોકો અડધે પહોંચ્યા પછી રસ્તો ભટકી જતા હોય તેવી પણ ઘટના બની છે અથવા જેઓ કંઈ પણ કરીને એરિયા-૫૧માં પહોંચવાનો પ્રયાસ કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ વિસ્તારમાં ઘૂસવાની સજા વિશે જાણીને જ લોકો ફફડી ઉઠે છે.
તમે અમેરિકામાં રહેતા હોવ અને કોઈ તમને ત્યાં જવાની ચેલેન્જ આપે તો ખોટી શરતોમાં પડતા નહીં નહીં તો લેવાના દેવા થઈ પડશે. એલિયન્સના અસ્તિત્વ પર સતત વિશ્વાસ અને શોધ કરી રહેલા અમેરિકામાં વર્ષ ૧૯૫૦થી એરિયા-૫૧માં એલિયન્સ રહે છે એવું કહેવાય છે. તેનું કારણ એ હતું કે કાંટાળી વાડ વચ્ચે રાત્રે ઉડતા વિમાનોની ચમક દેખાતી હતી.
જૂન ૧૯૫૯માં પ્રથમ વખત, તે મીડિયામાં આવ્યું કે નેવાડાની આસપાસના લોકોએ કેટલીક રહસ્યમય વસ્તુઓ લીલા રંગની ચમક સાથે ઉડતી જાેઈ હતી. આ પછી આ જગ્યા પર શું થાય છે તે વિશે અમેરિકામાં રહેતા લોકોને પણ ખબર ન હોવાથી તેમને જાતભાતના સવાલો આ વિસ્તારને લઈને થતા રહ્યા છે. આ જગ્યા એટલી રહસ્યમય છે કે તમે અહીં પહોંચવા માટેનો રસ્તો ગૂગલ મેપમાં શોધશો તો પણ તે ઈનકાર કરી દેશે કે અમે અહીં પહોંચવાનો રસ્તો બતાવી શકીએ તેમ નથી કે પછી એક વિસ્તારથી એરિયા-૫૧ વચ્ચેનું અંતર શું છે તે પણ જણાવવામાં આવશે નહીં.
આ સમાચાર રેનો ગેઝેટ નામના સાંજના અખબારમાં આવ્યા હતા, ત્યારબાદ મુખ્ય મીડિયામાં પણ આવી વાતો સતત દેખાવા લાગી હતી. એવું માનવામાં આવતું હતું કે અહીં એલિયન્સને બંધક બનાવવામાં આવ્યા છે અને અમેરિકન વૈજ્ઞાનિકો તેમના પર પ્રયોગ કરી રહ્યા છે. નેવાડાના આ વિસ્તારમાં કોઈને પણ મુસાફરી કરવાની મંજૂરી ન હોવાથી લોકોની ઉત્સુકતા વધી રહી છે.
પરંતુ જાે કોઈએ આ જગ્યાની અંદર પ્રવેશવાની કોશિશ કરી તો તેને ઇં૫૦૦૦નો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. આ સજા વિશે જાણીને જ અહીં પહોંચેલા લોકો ફફડી જાય છે. આ સિવાય આ જગ્યા પર ડ્રોન ઉડાવવાની પણ મનાઈ છે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ૨૦૧૩માં, સીઆઈએએ પ્રથમ વખત સ્વીકાર્યું કે આવી જગ્યા અસ્તિત્વમાં છે.
પરંતુ એલિયન્સના અસ્તિત્વને નકારતા તેણે કહ્યું કે આ અમેરિકન એરફોર્સ બેઝ છે. નેવાડામાં સૂકા સરોવર પર આવેલો આ વિસ્તાર ચારેય બાજુએ ઈલેક્ટ્રીક વાયરો સાથે કાંટાળી વાડથી ઘેરાયેલો છે. સરહદ પર વિવિધ સ્થળોએ ચેતવણીઓ પોસ્ટ કરવામાં આવી છે કે પ્રવેશ કરવાનો પ્રયાસ કરવો જાેખમી હોઈ શકે છે. આ ઉપરાંત, દરેક જગ્યાએ સશસ્ત્ર સૈનિકો તૈનાત છે, જેઓ ચોવીસ કલાક ચોકીદારી રાખે છે.
સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત છે કે આ વિસ્તારમાંથી વિમાનોને પણ પસાર થવા દેવામાં આવતા નથી. લગભગ ૩.૭ કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર હાલમાં જ સેટેલાઈટથી જાેઈ શકાય છે અન્યથા તે પહેલા પણ દેખાતો ન હતો. અહેવાલ અનુસાર, યુએસ મિલિટ્રીએ કહ્યું છે કે આ યુદ્ધના મેદાનની નકલ છે, જ્યાં વિવિધ પ્રકારના યુદ્ધની તૈયારી, ટ્રેનિંગ અને અભ્યાસ કરવામાં આવે છે.
જાેકે, કથિત રીતે સૈન્ય પ્રેક્ટિસ માટે બનાવવામાં આવેલો આ વિસ્તાર બીજા વિશ્વ યુદ્ધ પછી શીત યુદ્ધ દરમિયાન રશિયા પર નજર રાખવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે તેની પાસે આ જ હેતુ માટે એક એરક્રાફ્ટ પણ હતું, જે ેં-૨ એરક્રાફ્ટ તરીકે જાણીતું હતું. બાદમાં ગ્રીન લાઈટ અને કેટલાક રહસ્યમય પ્લેન પર સીઆઈએએ કહ્યું હતું કે પચાસના દાયકામાં વિશ્વના કોઈપણ પ્લેન કરતાં વધુ વિકસિત અને અલગ લાગતું હતું.
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ દ્વારા પહેલીવાર આ વિસ્તારના અસ્તિત્વના થોડા મહિનાઓ બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ અંગે વાત કરી હતી. જાેકે, ત્યારે પણ માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે તે સૈન્ય પ્રેક્ટિસ સાથે સંબંધિત છે. એવું પણ માનવામાં આવે છે કે યુએસ આર્મી એરિયા-૫૧નો ઉપયોગ અત્યાધુનિક એરક્રાફ્ટ વિકસાવવા માટે કરે છે.
આ કામ માટે અહીં લગભગ ૧૫૦૦ લોકો તૈનાત છે. પ્રખ્યાત અમેરિકન ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ એન જેકોબસને એરિયા-૫૧ વિશે ઘણી વાતો કહીને હલચલ મચાવી દીધી હતી. બીબીસીને આપેલા તેના એક ઈન્ટરવ્યુમાં આ પત્રકારે કબૂલ્યું હતું કે આ જગ્યાએ અમેરિકાના અત્યંત સિક્રેટ કાર્યક્રમો ચાલી રહ્યા છે. એલિયન્સના અસ્તિત્વ વિશે ઘણી કોન્સ્પિરન્સી થિયરી છે.
એવું કહેવાય છે કે વર્ષ ૧૯૪૭માં ન્યુ મેક્સિકોના રોસવેલમાં એલિયન સ્પેસક્રાફ્ટ ક્રેશ થયું હતું. તે પ્લેન અને તેના પાયલોટના મૃતદેહ અહીં રાખવામાં આવ્યા છે. તેના પર અમેરિકી સરકારનું કહેવું છે કે ક્રેશ થયેલું પ્લેન હવામાનની માહિતી આપતો બલૂન હતો. ઘણા લોકો અહીં એલિયન્સ રાખવાની વાત પણ કરે છે. વર્ષ ૧૯૮૯માં પણ રોબર્ટ લેજર નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે એરિયા-૫૧ની અંદર એલિયન ટેક્નોલોજી પર કામ કર્યું હતું.
ગમે તે હોય, હજુ સુધી એરિયા-૫૧ વિશે કોઈને કંઈ ખબર નથી. આ જ કારણ છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ તેના વિશે જાણવા માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતું. લગભગ ૧.૫ મિલિયન લોકોએ તેના માટે હસ્તાક્ષર કર્યા. જાેકે, તેઓ કંઈ કરી શક્યા નહીં કારણ કે અમેરિકન એરફોર્સએ ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે આ તેમનો તાલીમ વિસ્તાર છે અને અહીં કોઈ દખલ સહન કરવામાં આવશે નહીં.SS1MS