ગોવિંદા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પત્નીની હવે પોસ્ટ થઈ વાયરલ

મુંબઈ, બોલીવુડના બેસ્ટ ડાન્સર ગણાતા ગોવિંદા તેમના ડાન્સ મૂવ્સ માટે ખુબ જાણીતા છે. પરંતુ આજકાલ પોતાના અંગત જીવન બાબતે ખૂબ ચર્ચામાં છે.
હાલમાં જ ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચેના સંબંધો ચર્ચામાં છે. તેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા.રિપોટ્ર્સ અનુસાર સુનીતા પહેલા જ ગોવિંદાને છૂટાછેડાની નોટિસ મોકલી ચૂકી છે. આવી સ્થિતિમાં, ગોવિંદાની પત્ની સુનીતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે કોઈ તેમને અલગ નહીં કરી શકે.
સુનીતા આહુજાના પુત્ર યશવર્ધને તેનો જન્મદિવસ ઉજવ્યો અને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન સુનીતા આહુજાએ તેમના પુત્ર યશવર્ધનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરોમાં સુનીતા અને તેનો પુત્ર યશવર્ધન જોવા મળે છે.
આમાં સુનીતા બ્લેક સૂટમાં જોવા મળી રહી છે.એક યુઝરે કમેન્ટ કરી હતી કે ‘તમારે ગોવિંદા સાથેની તસવીર શેર કરવી જોઈએ, જેથી આ બધી અફવાઓ બંધ થઈ જાય.’ અન્ય યુઝરે લખ્યું કે ‘સિંદૂર કાઢી નાખ્યું.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ગોવિંદાને છૂટાછેડા આપો અને હું તમારી રાહ જોઈ રહ્યો છું.
જો કે કેટલાક યુઝર્સ તેના પુત્ર યશવર્ધનને અભિનંદન આપી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન વર્ષ ૧૯૮૭માં થયા હતા. તેમના લગ્નને ૩૮ વર્ષ થઈ ગયા છે. આ કપલને બે બાળક, એક દીકરી ટીના અને એક દીકરો યશવર્ધન છે જે હંમેશાં લાઈમલાઈટમાં રહે છે.SS1MS