Western Times News

Gujarati News

અમીષા પટેલને ૨૫ વર્ષથી કામ ના મળતાં કડવી થઈ ગઈ છે-ઉર્ફી જાવેદ

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજકાલ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેણે પોતાની જ ફિલ્મ ‘ગદર 2’ના દિગ્દર્શક અનિલ શર્મા પર નિવેદન આપ્યું હતું અને હવે તાજેતરમાં OTTના શૉ પર ટિપ્પણી કરી છે. અમીષા પટેલની વાત ઘણા લોકોને પસંદ પડી ન હતી. Amisha has become bitter after not getting work for 25 years – Urfi

જેમાં ઉર્ફી જાવેદ પણ સામેલ છે. ઓટીટીના એડલ્ટ કન્ટેન્ટ પર અમીષા પટેલે જે કહ્યું તેનાથી ઉર્ફી જાવેદ ગરમ થઈ અને તેણે સામે જવાબ પણ આપ્યો. અમીષા પટેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે OTT પર કેટલીક LGBTQ ફિલ્મો છે જે પરિવાર સાથે જાેઈ શકાતી નથી. તેણે કહ્યું હતું કે OTT હવે ઘણાં બધા લેસ્બિયન સીન, ગે અને હોમોસેક્સ્યુઅલ સીન બતાવી રહ્યા છે, જે ઘરમાં દરેક સાથે જાેઈ શકાતા નથી. અમીષા પટેલના આ નિવેદન પર હવે ઉર્ફી જાવેદે પ્રતિક્રિયા આપી છે.

ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર અમીષા પટેલના ઇન્ટરવ્યુની એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં અભિનેત્રીએ કહ્યું છે કે OTT ગે અને લેસ્બિયન કન્ટેન્ટથી ભરપૂર છે. વીડિયો શેર કરતાં ઉર્ફી જાવેદે લખ્યું, ‘આ ગેઈઝમ અને લેસ્બિયનિઝમ શું છે? તમારા બાળકોને તેનાથી દૂર રાખો? મતલબ કે જ્યારે તેણે ‘કહો ના પ્યાર હૈ’ કહ્યું ત્યારે તેનો મતલબ સ્ટ્રેઈટ લોકો સાથે હતો. જાગૃત અને શિક્ષિત થયા વિના આવા સંવેદનશીલ વિષયો પર બોલતી જાહેર વ્યક્તિઓ ખરેખર મને હેરાન કરે છે.

જાે તેને ૨૫ વર્ષથી કામ નથી મળ્યું, તો તે ખૂબ જ કડવી વ્યક્તિ બની ગઈ છે. ગદર 2ની હિરોઈન અમીષાએ હાલમાં જ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકો હવે માત્ર સ્વચ્છ સિનેમા અને કન્ટેન્ટ જાેવા માગે છે. એ દિવસો ગયા જ્યારે બાળક તેના દાદા-દાદી સાથે બેસીને મૂવી જાેઈ શકે. OTT પર આ બિલકુલ શક્ય નથી. OTT પર એવા દ્રશ્યો છે જેમાં તમારે બાળકોની આંખો બંધ કરવી પડશે અથવા ટીવી પર લોક લગાવવું પડશે જેથી બાળક તેને જાેઈ ન શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.