Western Times News

Gujarati News

TMKOCના બાપુજી ગુટકા વિશેના સવાલથી અકળાઈને કઈક આવું કહ્યું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ૧૫ વર્ષ પૂરા થવા આવ્યા છે અને શરૂઆતથી જ અમિત ભટ્ટ તેનો ભાગ છે

હું મારા અંગત જીવનમાં ગમે તે કરું, તેનાથી કોઈ શું મતલબ?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીનો રોલ પ્લે કરી રહેલા અમિત ભટ્ટ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કરતાં રહે છે. હાલમાં તેમણે કેટલાક લોકો પાસે કેટલો ફાલતુ સમય હોય છે અને એક્ટરના શારીરિક દેખાવ પર કોમેન્ટ કરતા પહેલા એક વખત પણ વિચાર કરતાં નથી તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારું સોશિયલ મીડિયા અકાઉન્ટએ વધારે પર્સનલ છે. કેટલાક યુવાનો રીલ્સ બનાવવામાં અને રોજ એક્ટર્સ પર સવાલ કરવામાં વ્યસ્ત છે. હું એક એક્ટર છું અને મારું ફોકસ મારા કામ પર છે. Amit Bhatt playing the role of Bapuji in TMKOC

જ્યારે તેઓ મારા દાંત અથવા બાહ્ય દેખાવ પર ટિપ્પણી કરે છે તે મને ગમતું નથી’. આગળ તેમણે કહ્યું હતું કે, તેઓ શું ખાય છે અથવા અંગત જીવનમાં કેવી રીતે સમય પસાર કરે છે તેનો જવાબ કોઈને પણ આપવા માટે તેઓ બંધાયેલા નથી. અમિત ભટ્ટે કહ્યું હતું કે, ‘હું મારી પત્ની સાથે વેકેશન પર હતો ત્યારે એક વીડિયો શેર કર્યો હતો. તે સમયે કોઈએ કેટલીક નેગેટિવ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. લોકો સમજતા નથી કે આ અમિત ભટ્ટનું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, મારા પાત્ર ચંપકલાલ ગડાનું અકાઉન્ટ નહીં.

હું ઘરે અથવા મારા વેકેશન પર શું કરું છે તે વિશે જાણવાની કોઈને જરૂર નથી. હું મારા અંગત જીવનમાં કંઈ પણ કરી શકું છું અથવા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વેકેશનની તસવીરો શેર કરી શકું છું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને ૧૫ વર્ષ પૂરા થવા આવ્યા છે અને શરૂઆતથી જ અમિત ભટ્ટ તેનો ભાગ છે. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘મારી અસલી ઉંમર કરતાં મોટી ઉંમરનું પાત્ર ભજવવામાં મને મજા આવી રહી છે. મને કોઈ જ વાંધો નથી કારણ કે લોકો વર્ષોથી મારા પાત્ર સાથે કનેક્ટેડ છે. વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવવું તે પડકાર છે.

હાલમાં અમિત ભટ્ટ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ફેનના ગુટકા વિશેના સવાલનો જવાબ આપ્યો હતો. મે મહિનામાં તેમણે પત્ની સાથેની એક ફની રીલ શેર કરી હતી, જેમાં તેઓ હિંદી ડાયલોગ બોલી રહ્યા હતા કે ‘૪૦ કે બાદ સ્ત્રી સમજદાર હો જાતી હૈ પર મુદ્દે કી બાત તો યે હૈ કી વો ખુદ કો ૪૦ કી માને તો ના’. તેના પર એક યૂઝરે કોમેન્ટ કરતાં પૂછ્યું હતું કે ‘શું તમે ગુટકા ખાવ છો?’ તો એક્ટરે જવાબમાં લખ્યું હતું ‘હા’. તેમના આ જવાબે ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું અને તેમને ટ્રોલ કરી દીધા હતા. કેટલાકે તો મીમ પણ બનાવ્યા હતા, તો અમુક યૂઝર્સે તેમને દાંતના ડોક્ટરને દેખાડી આવવા કહ્યું હતું. આ જાેઈ એકે પૂછ્યું હતું ‘આ બધા આટલી નેગેટિવ કોમેન્ટ કેમ કરી રહ્યા છે?’ ત્યારે તેમણે રિપ્લાય આપ્યો હતો ‘ઔર કુછ કામ નહીં હૈ… ફ્રી હૈ’.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.