ઉરી પર આધારિત સિરીઝ અવરોધ સોની લીવ પર સ્ટ્રીમ થશે

સોની લિવના તાજેતરમાં રિલીઝ થયેલા શો ‘અનદેખી’, ‘યાૅર ઓનર’ને સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ૩૧ જુલાઈએ આ પ્લૅટફાૅર્મ પર ‘અવરોધઃ ધ સીજ વિધિન’ નામની સિરીઝ રિલીઝ થવાની છે. રાજ આચાર્ય નિર્દેશિત આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી અટૅક અને સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે
જેમાં અમિત સાધ, દર્શન કુમાર, મધુરિમા તુલી, નીરજ કાબી, વિક્રમ ગોખલે સહિતના કલાકારો છે. અમિત સાધ આ શોમાં એક આર્મી ઑફિસરના રોલમાં જાેવા મળશે. ઍમેઝાૅન પ્રાઈમની સિરીઝ ‘બ્રીધ’ માટે અમિત સાધનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે આર્મી ઑફિસરના રોલમાં અમિતને જાેવાની મજા પડશે.
અમિત સાધ ઉપરાંત અભિનેતા દર્શન કુમાર (મૅરી કાૅમ) આ સિરીઝમાં મેજર રોનક ગૌતમના રોલમાં, મધુરિમા તુલી (બિગ બાૅસ) સિનિયર રિપોર્ટરના રોલમાં, નીરજ કાબી (પાતાલ લોક) નૅશનલ સિક્યાૅરિટી ઍડ્વાઈઝર તરીકે અને વિક્રમ ગોખલે (નટસમ્રાટ) વડા પ્રધાનના રોલમાં જાેવા મળશે. આ કલાકારો ઉપરાંત અનંત મહાદેવન (વિશ્વરૂપમ) અને પવૈલ ગુલાટી (થપ્પડ) પણ મહત્ત્વનો રોલ કરવાના છે.