મોદીએ ૩૭૦ની કલમને એક જ ઝાટકે સમાપ્ત કરીઃ અમિત શાહ
(એજન્સી)મહેસાણા, રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે. વિજાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. શાહે જણાવ્યું હતું કે, રાહુલ બાબા હમણાં પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રામાં સાથે મેઘા પાટકરને લઈને નીકળ્યા છે. રાહુલ બાબા આપણાં ઘા પર મીઠું ભભરાવે છે.
વિજાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એક જ વર્ષમાં ૭ કામ નરેન્દ્રભાઈએ કર્યા. વિજાપુરના દરેક ગામને ઈરીગેશનની વ્યવસ્થા કરી. ૧ લાખ ૪૦ હજાર બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા. મોદી સાહેબે જે કામ કર્યા એ સદીમાં એક જ વાર થાય.
૩૭૦ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરી. આજે કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે અમિત શાહની જાહેર જંગી સભા યોજાઈ હતી. વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણલાલ પટેલના સમર્થન માટે સભા યોજાઈ હતી.
ત્યારે અમિત શાહે વિજાપુરમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે પાર્ટીઓ વચ્ચે મુકાબલો છે. ગુજરાતની જનતા એ બન્ને પાર્ટીનું રાજ જાેયું છે. મેં હમણાં એક પાટિયું રસ્તામાં જાેયું, કે કામ બોલે છે એવું પાટિયામાં લખેલું હતું. મને કોંગ્રેશિયા એ કહે કે છેલ્લા ૨૭ વર્ષમાં તમારું શાસન નહોતું. તો ભાઈ ક્યારે કામ કર્યું એ તો કહો?
અમિત શાહે કહ્યું કે, ૧ જાન્યુઆરી ૨૦૨૪માં અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર મંદિર બનવાનું છે. આપણા અસ્થાના કેન્દ્રોને જાગૃત કરવાનું અને પુનઃ નિર્માણ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે. આ કોંગ્રેસિયાઓએ પોતાની વોટબેંક સાચવવા માટે અસ્થાના કેન્દ્રો પર ધ્યાન આપ્યું નથી.