કલમ 370 ફરી નહીં આવે, ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે: શાહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Amit-Shah-1024x576.jpg)
(એજન્સી)જમ્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ બંને પક્ષોની સરકાર નહીં બને.
કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી લોકોના અધિકારો છીનવી લીધા હતા. કાશ્મીરના લોકોને ૭૦ વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ કાશ્મીરમાં લોકોને તેમના વાસ્તવિક અધિકારો મળ્યાં છે. વિપક્ષ કલમ ૩૭૦ પરત લાવવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ક્યારે કલમ ૩૭૦ ફરી પાછી નહીં આવે.
શાહે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં આપણો ત્રિરંગો આન, બાન અને શાનથી લહેરાયો છે, પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના લોકો કહે છે કે, તેઓ શેખ અબ્દુલ્લાનો ઝંડો પાછો લાવવા માંગે છે. ફારુક સાહેબ, તમે ઇચ્છો તેટલું બળ વાપરોપ પણ હવે કાશ્મીરમાં ફક્ત આપણો પ્રિય ત્રિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે. મોદી સરકારે આતંકવાદને નરકમાં દાટી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ. આતંકવાદ ખતમ થયા પછી જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. વિપક્ષ નિયંત્રણ રેખા ઉપર વેપાર પુનઃસ્થાપિત કરવા અને પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે. હું તમને ખાતરી આપું છું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદી આઝાદીથી ફરી શકશે નહીં.
તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ૩૦ વર્ષ સુધી આતંકવાદ ચાલુ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં ૩૦ વર્ષમાં ૩ હજાર દિવસ કર્ફ્યુ હતો. ૪૦ હજાર લોકો માર્યા ગયા. ફારૂક સાહેબ, તે દિવસોમાં તમે ક્યાં હતા? કાશ્મીર સળગી રહ્યું હતું ત્યારે ફારૂક સાહેબ લંડનમાં આરામથી રજા માણી રહ્યા હતા. મોદીજી આવ્યા ત્યારે અમે એક એક આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કર્યા.
શાહે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે અમે પહાડી, ગુર્જર બકરવાલ, દલિત, વાÂલ્મકી અને ઓબીસી સમુદાયોને આપવામાં આવેલા આરક્ષણ પર પુનર્વિચાર કરીશું. રાહુલ ગાંધી અમેરિકા જઈને અનામત ખતમ કરવાની વાત કરે છે. હવે તેમનો વિકાસ થયો છે, તેમને હવે અનામતની જરૂર નથી. રાહુલ બાબા, અમે તમને આરક્ષણ દૂર કરવા નહીં દઈએ.