૩૦૦ કરોડના ખર્ચે બનશે આંધ્રપ્રદેશમાં ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમા
હૈદરાબાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે રવીવારે ભગવાન રામની સૌથી મોટી પ્રતીમાને શિલાન્યાસ કર્યો કુનુલ પાસે નંધાલ જીલ્લાના મંત્રાલયમાં બનાવવામાં આવી રહેલી આ પ્રતીમા હશે આ ૧૦૮ ફુટ લાંબી પ્રતીમા પાંચલોહા ની બનશે. જયશ્રી રામફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહેલી આ પ્રતીમાના નિર્માણ પાછળ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ દ્વારા ભગવાન રામની આ પ્રતીમા માટે ૧૦ એકર જમીની દાનમાં આપવામાં આવી છે. જેથી આ જમીન પર દેશની સૌથી મોટી રામ પ્રતીમા બનાવી શકાય. આ પ્રતીમા શિલ્પકાર રામ વનજી સુથાર દ્વારા બનાવાવમાં આવશે. જેમણે ગુજરાતના કેવડીયામાં વિશ્વની સૌથી મોટી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનીટીની ડીઝાઈન તૈયાર કરી છે. Amit Shah Laid the foundation stone for a 108-foot-tall statue of Prabhu Shri Ramachandra Ji, to be built by Shri Raghavendra Swami Mutt at Kurnool, Andhra Pradesh.
વિશ્વની સૌથી મોટી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનીટી એ ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતીમા છે. હવે આ ર્મુતિન ડીઝાઈન કરનાર શિલ્પકાર ભગવાન રામની સૌથી મોટી ર્મુતિ બનાવી રહયા છે.
ગૃહમંત્રી અમીત શાહે વીડીયો કોન્ફરન્સીગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વર્ચ્યયુઅલ રીતે રામ પ્રતીમાનો શિલાન્યાસ કર્યો હતો. રાઘવેન્દ્ર સ્વામી મઠના પુજારી સુબેન્દ્ર તીર્થ સ્વામી અને ભુતપૂર્વ રાજયસભા સાંસદ ટીજે વેકટેશ પણ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહે પણ આ ક્ષણે ટવીટ કર્યું.
ગૃહમંત્રી અમીત શાહે કહયું કે, તેમણે આંધ્રપ્રદેશના કુર્નુલમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં બનાવવામાં આવી રહેલી ભગવાન રામની ૧૦૮ ફુટ ઉંચી પ્રતીમાનો શિલાન્યાસ કર્યો. તેમણે વધુમાં કહયું કે ભગવાન રામની આ વિશાળ પ્રતીમા દેશની સૌથી મોટી રામ પ્રતીમા હશે. અને તે શહેરને ભકિતથી તરબોળ કરશે. ગૃહમંત્રી શાહે ટવીટ કર્યું કે આ પ્રતીમા લોકોમાં આપણી સંસ્કૃતિ અને મુલ્યો પ્રત્યે પ્રતીબદ્ધતાની ભાવના કેળવશે.