1947માં દેશનું વિભાજન એ ભારતીય ઈતિહાસનો અમાનવીય અધ્યાય છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી
વિભાજનની હિંસા અને તિરસ્કારે લાખો લોકોને માર્યા અને અસંખ્ય લોકો વિસ્થાપિત થયા
આજે, ‘વિભાજન વિભિષિકા સ્મારક દિવસ’ પર, હું લાખો લોકોને નમન કરું છું જેમણે ભાગલાનો માર સહન કર્યો
‘ભાગલા વિભિષિકા સ્મારક દિવસ’ દેશની યુવા પેઢીને વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી યાતનાઓ અને દર્દની યાદ અપાવશે અને દેશવાસીઓને દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રેરણા આપતો રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે, 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે કહ્યું કે 1947માં દેશનું વિભાજન એ ભારતીય ઈતિહાસનો અમાનવીય અધ્યાય છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
વિભાજનની હિંસા અને દ્વેષે લાખો લોકોના જીવ લીધા અને અસંખ્ય લોકોને વિસ્થાપિત કર્યા. આજે, ‘વિભાજન વિભિષિકા સ્મારક દિવસ’ પર, હું લાખો લોકોને નમન કરું છું જેમણે ભાગલાનો માર સહન કર્યો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ‘વિભાજન વિભિષિકા સ્મારક દિવસ’ દેશની યુવા પેઢીને વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી યાતનાઓ અને દર્દની યાદ અપાવશે અને દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા દેશવાસીઓને પ્રેરણા આપતો રહેશે.