લોકોને ૬૦ દિવસમાં ન્યાય મળે તે માટે સરકાર કામ કરી રહ્યાનું જણાવતાં ગૃહમંત્રી અમિત શાહ !!

“ગુજરાત બાર કાઉન્સિલના ઉપક્રમે અદ્દભૂત કાર્યક્રમ યોજાઈ ગયો”!!-ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ ચલાવવા નહીં દેશને બદલવા માટે કામ કરી રહ્યા છે અને ભારતમાં ન્યાય ક્ષેત્રે ક્રાંતિ આવી છે માટે વિકસીત ભારતની ભૂમિકા મહત્વની છે !
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે. જે. પટેલે યોજેલા કાર્યક્રમને બિરદાવતા અમિતભાઈ શાહે કહ્યું કે, આવું સંમેલન અગાઉ દેશમાં કયાંય નહીં થયું હોય તેમને સાચા હૃદયથી અભિનંદન છે !!
બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, “જોખમથી બચી નીકળવાને બદલે તેનો જેટલો જલ્દી સામનો કરશો તેટલું જોખમ અડધું થઈ જશે ! કયારેય કોઈ ચીજથી ભાગો નહીં”!! જયારે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા કહે છે કે, “જો તમે સાચા માર્ગે ચાલી રહ્યા હોવ અને એ જ માર્ગે ચાલવા માંગતા હોવ તો તમે નિશ્ચિતપણે પ્રગતિ કરવાના છો”!! ગુજરાતમાં ગુજરાત બાર કાઉÂન્સલ તરફથી એક સાથે ૧૧૩૦૦ વકીલોનો વ્યવસાયિક શપથ વિધિ સમારોહ એ એક અનોખી વૈશ્વિક સિÂધ્ધ હતી !
આ કાર્યક્રમ નિશ્ચિતપણે સફળ બનાવવા ગુજરાત બાર કાઉÂન્સલ અને તેમની કાર્યશીલ ટીમે અથાગ પરિશ્રમ કર્યો હતો તેથી વિશ્વ કક્ષાનો ઈવેન્ટ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ ગયો !!
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ ચલાવવા નહીં દેશને બદલવાનું કામ કરી રહ્યા છે ! કાયદાના શાસનમાં દરેકને ન્યાય સરખી રીતે, સુલભ થવો જોઈએ એ ન્યાય પ્રણાલીને આધુનિકતા તરફનો પ્રયાસ એ તરફ સરકાર કાર્યરત છે ! ભારતની સંસદે ત્રણ કાયદાઓમાં પરિવર્તન લાવીને સંવિધાનના રક્ષણ માટે કામ કર્યુ છે ! દેશના અર્થતંત્રને વિશ્વમાં પાંચમાં સ્થાને મોકલ્યું છે ! ૧૨ થી વધુ સેટલમેન્ટ કરીને શાંતિ સ્થાપિત કરવાનું કામ કર્યુ છે !
લોકોને ન્યાય મેળવતા ૨૦, ૨૦ વર્ષ લાગી જાય તે કેમ ચાલે ! હવે નવી જોગવાઈ પ્રમાણે બે વર્ષની અંદર લોકોને ન્યાય મળી જશે ! આ કામ સરકાર ડીઝીટલ માધ્યમથી કરશે ! એ શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું ! શ્રી અમિતભાઈ શાહે ગુજરાત બાર કાઉÂન્સલ આયોજીત કાર્યક્રમને ‘નવી ભાત’ વાળો કાર્યક્રમ ગણાવ્યો હતો ! શ્રી અમિતભાઈ શાહે ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન શ્રી જે. જે. પટેલને અભિનંદન આપતા કહ્યું હતું કે ‘તેમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું !
આવું વકીલોનું સંમેલન કયારેય નહીં થયું હોય’! ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી જે. જે. પટેલ દ્વારા યોજાયેલ અનોખા કાર્યક્રમને બિરદાવી સહકારાત્મક અભિગમની વાત કરી હતી ! બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાના શ્રી મનન મિશ્રાએ સંવિધાનની રક્ષા કરવાની અને લોકોનો અવાજ ન્યાયતંત્ર સુધી પહોંચાડવાની પણ વાત કરી હતી !