અમિત વિશ્વકર્માને ATS-દરિયાઈ સુરક્ષાના એડીજીપી તરીકે બઢતી
સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીને પ્રમોશન
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના જાહેર કરાયેલા એક આદેશમાં એક અધિકારીને એડીજીપીનું પ્રમોશન અપાયુ છે જ્યારે ૨ અધિકારીઓને આઈજીપીનું પ્રમોશન આપવામાં આવ્યુ છે. Amit Vishwakarma promoted as ADGP, ATS-Maritime Security
વર્ષ ૧૯૯૮ બેંચના આઈજીપીને એટીએસ અને દરિયાઈ સુરક્ષાના એડીજીપી બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાતના ૩ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપ્યુ છે. આજે રાજ્ય સરકારે અધિકારીઓને આપેલા પ્રમોશનમાં ૨ અધિકારીઓને આઈજીપીનું અને એક અધિકારીને એડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યુ હતું.
ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એ. કે રાકેશ દ્વારા જાહેર કરાયેલા એક આદેશ મુજબ આઈજીપી અમિત વિશ્વકર્માને એડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યુ છે.
અમિત વિશ્વકર્માને એટીએસ અને દરિયાઈ સુરક્ષાના એડીજીપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ.એસ ભરાડા અને એચ.આર. ચૌધરીને આઈજીપીનું પ્રમોશન આપવામાં આવ્યુ છે. એમ.એસ ભરાડાને અમદાવાદ સેક્ટર-૨ના જેસીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે. જ્યારે એચ. આર ચૌધરીને ઉર્જા વિભાગમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.